આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


મારા સામું જોયું, પછી મૂંગા થઈ થોડી વાર જોઈ રહ્યા, ઘરમાં બધે નજર ફેરવી, ચોપડીઓનાં પૂઠાં તપાસ્યાં, ફરી મારી સામે જોઇ રહ્યા ને ઊલટું મને પૂછવા લાગ્યાઃ ‘ આજ કેમ કાંઇ ગમતું નથી ! હું કંઇક બહુ જ સરસ તને કહેવા આવેલો પણ ભૂલી ગયે. આજ કેમ કાંઈ ગમતું નથી ?"

“ હા. તેં એનો જવાબ મને કંઇક બહુ કરડો આપેલો હતો નહિ ?"

"કરડો નહિ, પણ સાદો જવાબ આપેલો કે તમને ન ગમે તેનું કારણ હું કેવી રીતે જાણું ?"

"તેને આ વાત જોડે શે! સબંધ છે ? "

“આ વાત જોડે એ સંબંધ છે કે તમારા મન પર મારાં કપડાંની અસર થાય છે. મેં જાણી જોઇને તે દિવસે પાડોશણનો ધરડામો સોગના સાળુ પહેરેલો અને તેથી તમે એવા સૂનમૂન થઈ ગયા હતા. હવે કેમ કહેવાય કે કપડાંની અસર તમારા પર નથી ?"

“ તે મારા પર પણ તું આવા પ્રયોગો કરે છે કેમ ? ”

"કેમ ન કરું ? તે પહેલાંને દિવસે રમણિકલાલને ત્યાં હું બેસવા જતી હતી, જરા સારાં કપડાં પહેર્યા હતાં ત્યારે તમે પ્રેમ અને કપડાં અને શોભા અને સૌભાગ્ય ઉપર એક લાંબું ભાષણ મને આપેલું તે યાદ છે? મારે જોવું હતું કે આમાંનું કેટલું સાચું છે."

“ ઠીક; પણ તમે પહેરો અને અમને ખુશ રહેતાં આવડે, તમે રાંધો અને અમને જમતાં આવડે, એ પણ સુંદર યોજના નથી ?”

"ના, તમને જમતાં પણ નથી આવડતું. કોઈ વાર

૪૦