આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
દ્વિરેફની વાતો.


“તો માતાજીએ અત્યાર સુધી કેમ કોઈમાં મેળવ્યો નહિ ? એ પોતે સર્વશક્તિમાન છે. ગમે તેનામાં મેળવી શકે છે.”

“ના, તેને માટે તેમને પવિત્ર ભૂમિ જોઈએ.”

“મારું એ જ કહેવું છે. મને કહેતાં શરમ આવે છે,—સંકોચ થાય છે, ભય લાગે છે કે કોઈ મને અશ્રદ્ધાળુ ગણે; પણ આટલાં વરસે પણ મને નથી લાગતું કે હું પહેલાં કરતાં વધારે પવિત્ર છું.”

“એમ ન બને કે તમે પોતે એનાં અજ્ઞાત હો ?”

“એનો વિચાર જ ન કર્યો હોય તો એમ બને. પણ અનેક આખ્યાનોમાં આ વાતો આવી છે. તપશ્ચર્યાથી, આપણા વિધિથી પવિત્ર થવાય છે, બ્રહ્મચર્યથી દિવ્ય બલ આવે છે, અને એવી એવી વાતો સાંભળી મને વારંવાર મારે વિશે વિચાર આવ્યો છે. અને કદી મને મારે વિશે સતોષ થયો નથી. પણ તમારો શો અનુભવ છે આ બાબતમાં ?”

“મને તો છેવટ પણ માત્ર ભક્તને અધિકાર મળવાનો છે. મને બહુ બહુ તો નવી વિધિઓનો વિચાર આવે છે. કહે છે કે, ઉત્તરમાં જ્વાલામુખી માતાનું સ્થાનક છે. આપણી સાધના પૂરી થયા પછી ત્યાંથી એક ગુપ્ત ગ્રંથ લઇ આવવાનો અને એ ગુપ્ત ગ્રંથની વિધિ પ્રમાણે ક્રિયા કરવાની આવશે. આપણો માર્ગ ઉત્તરમાર્ગ ગણાય છે. તે બે કારણોને લઇને. એક કારણ તો આપણો માર્ગ દક્ષિણ અને વામ બંનેથી અનોખો, અને ઉચ્ચતર છે. અને બીજું એ કે એની વિધિઓ એની ઇષ્ટદેવતા ઉત્તરમાં રહેલી છે.”

એટલામાં એક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ ચન્દ્રલેખા ચમકીને બોલી, “અરે, પણ દીવામાં ઘી પૂરવાનો વખત ક્યારનો થઈ ગયો ને !” બંને મંદિર તરફ દોડ્યા સદ્‌ભાગ્યે દીવો ચાલુ હતો. ચન્દ્રલેખાનો વારો હતો એટલે એણે જઈ ઘી પૂર્યું. પાછાં આવતાં