આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.


વધારે આકર્ષાતો જતો હતો. તેની ગંધથી તેના આખા શરીરમાં તરવરાટ થઈ જતો. તે કૂતરીઓ પાસે ઊભી રહી પૂંછડી હલાવતો, ત્યારે સામી કૂતરીઓ પણ પૂંછડી હલાવતી, પણ કોણ જાણે ક્યાંથી ત્યાં કાબરો આવી પહોંચતો, કાળિયાને તેની પાસે ઢળી જવું પડતું, કૂતરીઓ કાબરાને જોઈ તેની પાસે જઈ ઊભી રહેતી, અને કાબરો બોલ્યા ચાલ્યા વિના આસપાસ કોઈ જગાએ પેશાબ કરી ચાલ્યો જતો.

આ લત્તાની અડોઅડ ભટવાડો હતો. બન્નેની વચ્ચે આડી શેરી હતી. એ શેરી, એ ભટવાડાનાં કૂતરાં અને પંડ્યાવાડાનાં કૂતરાંની હદ હતી. ચાણક્ય કહે છે કે એક સરહદનાં રાજ્યો એ સહજશત્રુ છે. પંડ્યાવાડાનાં કૂતરાં અને ભટવાડાનાં કૂતરાંની વચ્ચે અનેક યુદ્ધો થતાં. ઘણીવાર તો બન્ને વાડાનાં કૂતરાં પાતપોતાની હદમાં સામસામાં ગોઠવાઈ એક બીજાને ખૂબ ભસતાં, અને બન્ને પક્ષના બળવાન કૂતરા ઘૂરકતા ઘૂરકતા ફરતા, અને દૂર સામસામા ઊભા ઊભા પાછલા પગે જોરથી ધૂળ કાંકરા જે હોય તે ઉડાડી, સામેના પક્ષને આવી જવા આહ્‌વાન આપતા. સામાન્ય બળવાળાં કૂતરાં આવાં યુદ્ધોમાં અરધું લડવા જેવા અને અરધું રડવા જેવા અથવા વારાફરતી તેવા અવાજો કરી ભસતાં. અને છેવટે બન્ને પક્ષો ઘૂરકતા ધૂરતા પોતપોતાની હદમાં પેશાબ કરતા કરતા અંદર ચાલ્યા જતા.

એક વાર આવી રીતે યુદ્ધ ચાલતું હતું. બન્ને પક્ષો પાતપોતાની હદમાં ઊભા રહી ભસતા હતા. તેમાં કાળિયાને બહુ જ ક્રોધ ચડી ગયો, અને ક્રોધમાં ને ક્રોધમાં ન રહેવાયાથી તેણે, પડખે ઊભા રહીને નિર્બળ ડાઉ ડાઉ અવાજ કરતા પેલા લંગડાને એક બટકું ભરી લીધું. લંગડું બિચારું ચીસ પાડતું નીચે પડી ગયું, અને કાબરો ત્યાં આવી ગયા. કાળિયો ત્યાંથી બીજી બાજુ જઈ ફરી ભસવા માંડ્યો, કાબરો એક જ જગાએ ઊભો રહી પાછલા પગે ધૂળ ઉડાડતો માત્ર ઘૂરકતો જ હતો. પણ કાળિયો ફરાફર કરતો હતો. ક્રોધ સહન ન કરી શકવાથી કોઈ કોઈવાર તેના ભસવામાં ઊંકારા થઈ જતા. તે