આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.

છે. વાર્તાકારનું રહસ્ય કે જીવન ઉપરની ટીકા, જીવન ઉપરનું તેનું ચિંતન પકડાય કે બસ ! અને મારી વાર્તા ભાવિમાં નવો ચીલો પાડશે.”

ધીરુ બહેન : “તમે એકવાર નહિ કહેલું, કે એક સભા ભરાતી, અને તેમાં માત્ર ચર્ચા થયા કરતી, બપોરે બધાને ભૂખ લાગતી એટલે પછી ગમે તેવો ઠરાવ કરીને બધા જમવા ઊઠતા, તેમ હવે ખાવાનું, પીવાનું ઠંડુ થાય છે. ભૂખ જેમ અનેક પ્રવૃત્તિની પ્રેરક છે તેમ તે શામક પણ છે.”

મેં કહ્યું : “આહાર એ સંહાર તો છે જ તો પછી ઉપસંહાર બને એમાં તો નવાઈ જ નથી !”