આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દ્વિરેફની વાતો.


નહિ. પણ તે પોતે પણ નવી પ્રસૂતિનું ફરજંદ અનાથાલયમાં જ મૂકવા ઈચ્છે છે. એ પણ આ પ્રસૂતિનું પ્રકરણ ગુપ્ત જ રાખશે ને! ત્યારે છોકરો આવ્યાના વિકલ્પનો લાભ શા સારુ ન લેવો? મુંબઈ મારે ક્યાં રહેવું ? એ ક્યાં રહેશે ? લોકોને વહેમ નહિ પડે ? અહીંના માણસોને વહેમ નહિ પડે ? નરેન્દ્રને મળવા જશે ત્યારે કેવી રીતે ગુપ્ત રાખી શકશે ? પણ આ બધા તર્કોમાંથી એક પણ જમના પાસે મૂકી જોવાનો વિચાર કરતાં, જમનાની અગમ્ય ભીષણ નિર્ણયવાળી મુખમુદ્રા તેની આંખ આગળ રજુ થતી અને તેના બધા તર્કો નાસી જતા !

આઠ દિવસમાં પૈસા સેવિંગ્સ બેન્કમાં પોતાને નામે મૂકી, નરેન્દ્રની બદલી વીસાપુરમાં થઈ છે ત્યાં જવું સહેલું પડે માટે પોતે દક્ષિણમાં નજીક રહેવા જાય છે એમ પાડોશીઓને કહી, તેણે પેાતાનું શહેર છોડ્યું. મુંબઈમાં ક્રિશ્ચનોના લતામાં નાની ઓરડી વીરેન્દ્ર પાસે લેવરાવી તે રહી. પોતાની તબિયત સારી નથી માટે દાક્તરોની સલાહ લેવા મુંબઈ આવવું પડ્યું છે પણ ચિન્તાનું કારણ નથી એવા તેણે નરેન્દ્રને ખબર આપ્યા. સદ્‌ભાગ્યે એવું બન્યું કે વીસાપુરમાં ઘણા મુલાકાત લેવા જનારા માણુસો ત્યાં દુઃખી થતા તે જોઇ નરેન્દ્રે પોતે જ જમનાને આવવાની ના લખી, અને પરસ્પર પત્રો લખી સંતોષ માનવા કહ્યું. વીરેન્દ્ર શહેરના બીજા લત્તામાં રહેતો, કોઈ કોઈ વાર જમનાને જોઈતું કરતું આપવા આવતો, ને નરેન્દ્ર–જમનાનો પત્રવ્યવહાર વીરેન્દ્રને સરનામે ચાલતો. મહિના ઉપર મહિના આમ ચાલ્યા, જમનાને કશી મુશ્કેલી આવતી નહોતો, કશી જાણે અણધારી સ્થિતિ આવી પડતી નહોતી, કશાથી એ ડરતી નહોતી. જાણે બધી સ્થિતિને પહોંચી વળવાને પહેલેથી તૈયાર હોય, જાણે બધું પોતાના ધારેલા કાર્યક્રમ પ્રમાણે ચાલતું હોય, તેમ, કોઈ આંતર નિર્ણય પ્રમાણે તે અડગ ચાલ્યા કરતી હતી. માત્ર એકવાર તે હિંમત હારી ગઈ. પૂરા દિવસ થયે તે અનાથાલયમાં પ્રસૂતિ માટે ગઈ. ત્યાંના અધ્યક્ષે તેને નાત ને નામ પૂછ્યાં. પહેલેથી નક્કી કર્યા પ્રમાણે તેણે પોતાની નાત ‘વાણિયાં’