આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
દ્વિરેફની વાતો.


સ્ખલનનો દોષ પોતાનો જ હતો, કારણકે જમનાબહેન તો માનસિક દર્દમાં જ બેભાન હતાં. એ એક જ સ્ખલન, તેનું પરિણુામ, અનાથાલયમાં એક બાળકનો જન્મ, તેની માતાનું નોંધાયેલું નામ ગંગા, તે બાળકનું નામ ઇન્દુ વગેરે સર્વ હકીકત જણાવી, વિશેષ લખેલું હતું : “જમનાબહેનના પશ્ચાત્તાપની વાત તમે લખી તે પછી મને પણ ઘણો સંતાપ થયો. તમારા જીવનનો રસ્તો ખુલ્લો કરવા આત્મઘાત કરવો એવો વિચાર પ્રથમ આવ્યો તે કરી ન શક્યો. ખરી રીતે એ તો માત્ર એક વેવલા મિથ્યાશૌર્યની આત્મવંચના જ હતી. ઘણા વિચાર પછી નક્કી કર્યું કે ઓછામાં ઓછું ચિરંજીવી ઇન્દુના અભ્યાસ માટે એક ટ્રસ્ટ કરવું ને મરતાં પહેલાં તને આ કાગળ મોકલવો. તારે આ સ્થિતિમાં શું કર્તવ્ય છે તે સંબંધી સૂચના કરવા પણ મને હક્ક નથી. માત્ર તેં ખરી હકીકત માગેલી તે આપી, છેવટે સત્ય જણાવવા જેટલું ઋણ તો અદા કરતો જાઉં એ બુદ્ધિથી આ લખું છું. બાકી મારા પાપનો ભાર તો બીજા જન્મારા સુધી પહોંચે એટલો છે. તેની માફી માગવાનો પણ મને હક્ક રહ્યો નથી.”

આટલા લખાણુ પછી તા. ક. કરીને લખ્યું હતું: “અત્યારે છેલ્લી ઘડીએ, લાગે છે કે આ હકીકત તને વહેલી કહી હોત તો વધારે સારું થાત. પણ એ પણ હવે તો ન સુધરી શકે એવી ભૂલ છે.”

પત્ર વીરેન્દ્રના સોલિસીટરો તરફથી આવેલો હતો છતાં ખાત્રી કરવા નરેન્દ્રે વીરેન્દ્રના ખખર તાર કરી પૂછાવ્યા. તે જીવતો રહ્યો હોત તો, બધા વચ્ચે સમાધાન થયું તે નરેન્દ્ર–જમનાએ છેવટે કોઈ કન્યા શોધી આપીને વીરેન્દ્રને પરણાવ્યો એવો સુંદર અંત વાતમાં આણી શકાત, પણ વીરેન્દ્ર ખરે જ મરી ગયો હતો.

નરેન્દ્રે આની કશી વાત જમનાને કહી નહિ. બંનેની તબિયત સારી કરવા હવાફેર કરવા તેણે થાડા દિવસ પછી બે માસની રજા લીધી. હવાફેર કરવા માથેરાન કે મહાબળેશ્વર કે નાસિક કે પંચગનીમાં