આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
બે ભાઈઓ.

વળશે; પણ આ તો નથી ખમાતું. એક વાર મને કહે. ઘરમાં કોઈ નથી. હું કોઈને નહિ કહું. મને જેવું હોય એવું કહે. એ જીવતો છે કે મૂવો છે એટલું કહે. ભગવાન તારું ભલું કરશે......”

તાવમાં, તે કેટલું બોલી, એણે શા સારુ જયંતીને પકડી રાખ્યો, જયંતી બીકમાં ધ્રૂજતો હતો, તેને પરસેવો વળી જતો હતો, તે કશું જ તેણે જાણ્યું નહિ. ને છેવટે જયંતી માંડ માંડ તેનો હાથ વછોડી એકદમ નાઠો ત્યારે સંતોક ત્યાં જ ઢળી પડી. જયંતી બારણું ઉઘાડી ઘરની બહાર સવારમાં ઠૂંઠવાતો એમ ને એમ બેસી રહ્યો.

પરોડમાં જીવરામ અને દયા બન્ને આવીને જુએ છે તો જયંતી ટાઢે ઠૂંઠવાતો બહાર બેઠો છે. દયાએ એકદમ મોટે સાદે કહ્યું : “કેમ અલ્યા, ટાઢમાં અહીં બેઠો છે?” જયંતી ફાટતે સાદે રોઈ પડ્યો ને કાકીએ રાતે બિવરાવ્યો વગેરે વાત કહેવાય તેમ કહી. ફળીનાં માણસો ભેગાં થઈ ગયાં. જીવરામ ને દયા બન્ને ઘરમાં ગયાં ને સંતોકને ઢંઢોળીને ઉઠાડી — તેનો તાવ હવે ઊતર્યો હતો — ને પછી તેના ઉપર પસ્તાળ પાડી: “મોહન, મોહન કરતી મારા જયંતીને શા સારુ વળગે છે? પૂછ તારા ધણીને! એ મૂકવા ગયો’તો. અમે તો કોઈએ એને જોયો નથી ! કોણ જાણે તમે શહેરમાં રહો છો, ને શું ય હશે ને શા સારુયે નાસી ગયો હશે ! એમણે ભોળે ભાવે તમારા સારા સારુ થઈને ભીમજી ભટની દાઢીમાં હાથ ઘાલીને દીકરી માગી, ને આવતી લક્ષ્મી પાછી વાળી છે, તે સારું તો નથી થવાનું, તેમાં હું શું કહેવાની હતી ને જયંતી યે શું કહેવાનો હતો ? ખબરદાર મારા છોકરાને કાંઇ કહ્યું છે તો !” જીવરામે પણ સંભળાવ્યું કે “સામા કાળે છોકરો મોકલતાં વિચાર ન કર્યો. ને હવે બીચારા જયંતીને શીદ સતાવો છે ?” સંતોક બધું રોતી રોતી બેસીને સાંભળી રહી. જેઠ જેઠાણી એમની મેળે બોલતાં બંધ રહ્યાં એટલે એ બહાર ઓટલે જઈને બેઠી, જેઠાણીએ કહ્યું : “વહુ, તાવ આવે છે ને