ધમલો : હું શું મત આપું. મારે બન્ને સરખાં. ચિઠ્ઠી નાંખીને નક્કી કરો.
ધનુભાઈ : મારો ચિઠ્ઠી સામે વિરોધ છે. હું એવી વહેમી રીત માનતો નથી.
ધમલો : હું મારી મેળે ચિઠ્ઠી નાંખીને ઉપાડીશ અને જેનું નામ આવશે તે કહીશ.
ધમલાએ ચિઠ્ઠી નાંખીને ઉપાડી. ધીરુબહેનનું નામ નીકળ્યું.
મેં કહ્યું : લ્યો ત્યારે તમારી લાયકાત સાબીત કરો. કામ શરૂ કરો નહિતર આજના તમારા કામમાં મીંડું મુકાશે.
ધીરુબહેન : હા. તે કરીશ જ. પણ કામ શરૂ કરતા પહેલાં એકબે બાબત નક્કી કરવાની રહી જાય છે. એક તો ક્લબનું નામ શું પાડવું તે નક્કી કરો.
મેં કહ્યું : વાર્તા પરિષદ્.
પ્રમીલા : એ નામ ગુજરાતી ભાષામાં અપશુકનિયાળ છે. કંઈક બીજું રાખો.
ધનુભા : મજલિસે વાર્તા કહેતાન.
ધીરુબહેન: હિંદુમુસ્લિમ ઇત્તેફાક. પણ સાંભળો. વસંતભાઈ ફારસી જાણે છે. ફારસી નામો શોધનારી કમિટીના એક અદ્વિતીય સભ્ય તરીકે તેઓ આપણને આને મળતાં નામો આપે. કહો વસંતભાઈ !
મેં કહ્યું : મજલિસે હાકિયાન.
ધનુભાઈ: કર્ણકટુ લાગે છે.
મેં ફરી કહ્યું : હવે છેલ્લું કહું છું. નવું નહિ કહું. મજલિસે ફેસાનેગુયાન.
પ્રમીલા : | કબૂલ | |
ધનુભાઈ: |
ધીરુબહેન : પણ પ્રમુખ તરીકે હું થોડો ફેરફાર કરવા