આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१३


હજી સુધી માત્ર એ જ લેખકોએ તેનો ઉપયોગ કર્યો છે. ઉપયોગ ઘણા ઓછાએ કર્યો છે, પણ વાર્તાનું આ સ્વરૂપ લેખકને વાર્તા લખવામાં ઘણી છૂટ આપે છે અને એ સ્વરૂપ, અન્યથા ન કરી શકાય તેવા આડ વિચારો કે કટાક્ષો કરવાનો અવકાશ આપે છે, એમ તો ઘણા વાર્તાકારોએ કહ્યું છે. આ શૈલીમાં વાર્તાની કલા વિશે પણ ચર્ચા થઈ શકે છે અને એવી ચર્ચા લગભગ દરેક બેઠકમાં થયેલી છે. ગમે તે વિષયમાં ચર્ચા કરવાની આમાં એટલી બધી છૂટ છે કે કદાચ આ લેખકની ‘સ્વૈરવિહાર’ લખવાની અન્ય પ્રવૃત્તિને એ ગળી પણ જાય ! – જો કે સ્વૈરવિહાર જેટલી વક્રતા અને દેખીતી એકદેશીયતા અને એકપક્ષતા આમાં ન આવી શકે. આ સભાઓ પૈકીની બીજી સભાની ‘ચબરખી વાણી’ લેખકના મિત્ર શ્રી મસ્તરામ*[] હરગોવિંદ પંડ્યા, જેમણે કેટલાંક વરસો ઉપર કેટલીક આશાપ્રદ વાર્તાઓ લખી હમણાં લખવી લગભગ બંધ કરી છે, તેમની છે. તેમાં મેહિફિલનાં સભ્યોની વાતચીત તેમની રજાથી આ લેખકે લખેલી છે. એ વાતચીત મેહિફિલના હેવાલમાં જરૂરની હોવાથી આ આખી ‘સભા’ તે આ પુસ્તકમાં મૂકી છે, અને તેમ કરવા સંમતિ આપવા લેખક તેમનો ઋણી છે.

આ પુસ્તક ઉપરના સર્વ હક્કો સ્વાધીન રાખ્યા છે. તેમાં કોઈ પણ કૃતિને તખ્તા ઉપર મૂકવાનો હક પણ આવી જાય. છે, પણ ‘કુલાંગાર’ ઉપરના ‘બે બોલ’માં લખેલું છે તેમ, પ્રસંગ જણાવવાથી હરકોઈ કૃતિ ભજવવાની રજા મળી શકશે.

ભારતી નિવાસ
અમદાવાદ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
 



  1. * આ નામના આદ્ય અને અંત્ય અક્ષર ઉપરથી મ’મ તખલ્લુસ થયું છે.