આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

L મેહિલે ફેસાનેગુયાન : બે ભત્રાની વાર્તા પણ એક બીજાને ઘેર કાઈ ગયેલા નિહ. હવે શીતસિંહ તે ચંદનસિંહની વહુનું રૂપ જોઈને મેડી પાડ્યો છે. ઘણાય મનને વાળે છે પણ મન વળતું નથી. અરે, ભગવાન ! આ મને શું શું છે ? નાત ન જાણું જાત નાછું, પરણી ન જાણું, કુંવારી ન જાણું, એળખાણુ નહિ, પિછાણુ નહિ, અને આ મને શું થયું ? ” મનને ઘણુંય સમજાવે પણ મન માને નહિ. રાતદી એને વિચાર આવે. રાતે ઊંઘ ન આવે તે દિવસે ખાવું ન ભાવે. શીતલસિંહ તે દિવસે દિવસે સુકાતા ગયા. એક દિવસ ઘેાડે કરતાં ચંદનસિંહે શાંતલસિંહને કહ્યું : ભાઈબંધ કહેા ન કહો પણ તમારા મનમાં કંઈક ચિંતા છે. એવું શું છે જે અમારાથી ય છાનું રાખો છે ? ” શીતલસિંહે કહ્યું કે એ તો દેહ છે, કાઈ વાર સારી રહે કાઈ વાર દૂબળી થાય. શીતલર્સિડ માનતા નથી પણ છેવટે ચંદનસિંહે પોતાના સમ ઘાલ્યા ત્યારે શીતલસિંહે કહ્યું કે આમની વાત આમ છે. ચંદનસિંહે કહ્યું કે એમાં કહેતા શું નહેાતા ? કલા વિના કશાને ઉપાય શી રીતે થાય ? ચંદનસિંહે બાઈનાં નામઠામ પૂછ્યાં પણ શીતલસિંહને તેની ખબર નથી. આવતી કાલ સવારે કાંઈ મિષે પાણીશેરડે ભેગાં થવાનું નક્કી કરી બન્ને ભાઈબંધા પોતપેાતાને ઘેર ગયા. .. બીજે દિવસે ચંદનસિંહ અને શીતસિંહ પાણીશેરડે આવ્યા. ગામની પાણિયારીઓ ટાળે વળી વળીને ખેડાં લઈને જાય છે. તેમાંથી પેલીને શાતલિસંહે એળખાવી. ચંદનસિંહ તરત ઓળખી ગયા અને તેના પેટમાં તા શેરડા પડ્યો. અરે ભગન! આવા સંકટમાં મને ક્યાં મૂક્યા ? એક પા મિત્રધર્મ છે અને બીજી પા કુળની લાજ રાખવાની છે !” એ ઘોડા પર મૂંગા મૂંગા ચાલ્યા જાય છે. છેવટે શીતલસિંહે કહ્યું: “ક્રમ ભાઈબંધ! કાંઈ વિચારમાં પડી ગયા ! ચંદનસિડે કહ્યું? જણા 38