આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર ૧૩૧ અનન્ત : કશી જરૂર નથી. લલિતા પણ નથી પીતી. જુવાને ાચ છે. પરશે। : વરરાજા! અહીં જ મગાવવી'તી ને! તમે ન પીત તેમાં શું થઈ ગયું ? એ ઘડી બધા તમારે ત્યાં એસીને પીએ, તે સારું દેખાય ને ! અનન્ત : અલ્યા પણ એક ભૂલ થઈ ગઈ. અમે નથી પીતાં પણ તમે તે પીએ છે! એમ કરેા. મનહરને ખીજે એક આતા આપે. તે તમારી પણ ચા કરાવા. લલિતા : તે જુએ, મારાં માશીને પણ લેતા આવજો. એ બીચારાં એકલાં પેાતા સારુ કયાં કરશે ! લલિતા એક આને આપે છે. પરશેા : તે ધીરુનેય લેતા આવીશ. તે બધાને અહીં ચા લાવીને પીવાનું કહીશ. એ જ સારું દેખાય. લ્યેા હવે ઝટ ઉં. એ તો પાછા કહેશે વહેલું કયમ ન કર્યું ! જાય છે. પડદો પડે છે. દશ્ય બીજું સમય તે જ દિવસ સાંત્રને, સ્થળ આશાપુરીનુ મદિર જૂની ઢબના સાદા મંદિરને રંગરોગાનથી નવું કર્યા જેવું જણાય છે. મંદિર નાનુ છે. તેનો ર'ગમ'ડપ નાના છે. અને ગારના અંધારામાં ગેખલામાં ચૂદડી ઓઢેલ આશાપુરી માતાની મૂર્તિ ધીના દીવાથી ઝાંખી દેખાય છે. ગારમાં હાથમાં પાનાં રાખી છેાટાલાલ એક ધાબળા પહેરી ’ડીપાઠ કરે છે. મનહરરામ વારંવાર આળસ મરડે છે, બગાસાં ખાય છે, ને ગણગણતા આચમની વતી પાણી નાંખતા જાય છે, જયંતીલાલ ઘડીમાં પાનાં ઝાલી ગણગણે છે, ઘડીમાં બહાર આંટો મારી આવે છે, સામે। અરીસા જોઈ ઘડીમાં વાળ એળે છે ને ઘડીમાં સરખા કરે છે. દૂર જરા જરા વાદળાં છે. જયંતી : અલ્યા હજી વરરાજા ને આવ્યા! 9