આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૫૪ દ્વિરેફની વાત ખભા પર સરખી નાંખતાં તનમનઃ (જરા શાલ ખાંખારીને) જુએ, સાંભળેા, અનન્તરાય ! મારે તમારી સામે કાંઈ દ્વેષ નથી. પણ તમે જાણે એકલા જ સમજતા હૈ। એમ નાતની સામે એલેા છેા ત્યારે હું કહું છું. રાજ્ય પ બહુમતીથી ચાલે છે. પાર્લમેન્ટમાં પણ બહુમતી પ્રમાણે કરવું પડે છે. તે તમારે પણ નાતની બહુમતી કહે તે પ્રમાણે કરવું જોઈએ. ન કરા, તે નાત તમને શિક્ષા કરવા હકદાર થાય છે. અનન્ત : (દઢતાથી) રાજ્ય અને નાત બે સરખાં નથી. અને ક્રાઈ માણસ અન્યાય સ્વીકારી લેવાને બંધાયા નથી. ખાટું કરવું પડે. તે કરતાં ન્યાયથી વર્તતાં સહન કરવું પડે તે કરી લેવું હું પસંદ કરું છું. પાર્વતી : (લાકડી ઉગામીતે) સહન ન કરે તે જાએ કયાં ? અનન્તઃ ( સ્થિરતાથી સામે જોતાં) નાત તે ગમે તે કરશે, પણ તમે મારી સામે લાકડી ઉગામી, તે નક્કી જાણજો કે એ પહેલી તમારા વાંસા પર પડશે. પાર્વતી ૦ ચૂપ થઈ નીચે નમી જાય છે. તનમન ત્રિભુવન બધા સ્તબ્ધ થઈ જાય છે. કાઈથી દૂ ઉદ્ગાર નીકળી નય છે. અરે, નાત સામે ” એટલે તનમન : ( ત્રિભુવન પાસે જઈને એક તરફ ) આ મામલા બગડશે હાં ! એને કાઈ પહેાંચી નહિ શકેા. એને તમારી પણ આમન્યા નથી. તરત કેંસલે કરી એની સગાઈ તેાડી, વિદાય કરી દા. ત્રિભુવન : ત્યારે થયું. કેમ પંડયા ! નાતની વિરુદ્ધ થઈને એને તમે શી રીતે પરણાવો ? એને મોઢે જ માગી લે છે ત્યાં બીજું શું થાય ? પંડયા : નાત માટી છે. નાત કરે તે મારે કબૂલ છે. જયંતી : પાર્વતી : મનહર૦ : ( એક સાથે ) લ્યેા ત્યારે જાએ વર રાત. આવ્યા એવા. ધાયેલ મૂળા જેવા! 33