આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહિલે ફેસાનેયાન : બે મિત્રોની વાર્તા ૧૯૫ પછી ટેબલ પર કાણી મૂકી હાથથી મેઢું ઢાંકે છે. થાડી વારે હાથ લઈ લઈ પેલી ડાયરીનાં પાનાં વાંચવા માંડે છે. જૂની વાર્તામાં સ્ત્રી પરપુરુષના મિલન માટે તૈયાર થાય છે, અને આ વાર્તામાં સ્ત્રી પરપુરુષની દુર્બુદ્ધિથી આટલી બધી ઉશ્કેરાઈ જાય છે તે અન્નેમાં, સ્ત્રીની પતિ તરફ એકનિષ્ઠા જ કારણ છે, એટલું તે વગરકઘ સમજાય એવું છે. અને પતિ તરફની નિષ્ઠાને લીધે જ પતિના સ્પર્શથી વધારે ઉશ્કેરાય છે તે પણ કામની વામતા જ! પ્રેમની અવળપ! ઘેાડીવારે કાઈ માણસ ઉપર ચડવાને અવાજ આવે છે. આ પુરુષ પેલાં ડાયરીનાં પાનાં સાચવીને ટેબલ ઉપર મૂકે છે. અને કાણુ આવે છે. તે એક નજરે જોઈ રહે છે. બારણા બહારથી અવાજ આવે છે. અવાજ : હિરભાઈ છે ? પુરુષનું નામ હિરભાઈ હતું. ત્યારે હવે તે જ નામ વાપરીશું, હિરભાઈ : કાણુ મધુ ? આવ ભાઈ. રિભાઈ મને સામે લેવા જાય છે. બારણામાં પેસતાં જ મધુ રડી દે છે. હિરભાઈ તેને બાથમાં લઈ અંદર લઈ જઈ કાચ પર બેસાડી તેની સાથે બેસે છે. મધુ સાળસત્તર વરસને સુંદર દેખાવનેા કિશાર છે. મધુના અવાજ સાંભળી, ઘેાડીવાર પહેલાં ઉપર ગયેલી શ્રી ધીમે પગલે દાદર ઊતરી અભ્યાસખંડમાં થતી વાત સાંભળવા બહાર સંતાઈને ઊભી રહે છે. હવે તેના ક્રોધ શમી ગયા દેખાય છે. હિરભાઈ રાજપુરની હકીકત ગુપ્ત રાખવા માટે બીજી જ વાત ઉપાડે છે. હિરભાઈ : કેમ ! તારાં ભાભીની તબિયત સારી છે તે મધુ : હા. 74