આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમા પટેલનો લોભ
અથવા
માણસ કેટલી જમીનનો માલિક હોઈ શકે?
પ્રક૨ણ ૧ લું.

ક ગામડિયા બ્હેનને તેની મોટી શહેરી બ્હેન એક દહાડો મળવાને આવી. મોટી બ્હેન એક શહેરી દુકાનદારને અને નાની બ્હેન એક ખેડૂતને પરણી હતી. બંને બ્હેનો એક દિવસ વાળુ કરતી કરતી વાતે ચઢી. મોટી બ્હેન શહેરની જીંદગીની બડાઈ કરવા લાગી. પોતે કેવી સારી રીતે રહે છે, રહેવાને કેવું સારું મકાન છે, છોકરાંને અને પોતાને કેવાં મજાનાં કપડાં પહેરવાને મળે છે, કેવું કેવું ખાવાનું મળે છે, વરા, જમણવાર, નાટક, મેળા વિગેરે માં જતાં કેવી મોજ પડે છે. એ બધું તેણે રસથી કહી સંભળાવ્યું.

નાની બ્હેનને આથી ચટકો લાગ્યો. તે વેપારી જીંદગી વખોડવા લાગી અને ખેડૂતની જીંદગીને વખાણવા લાગી. *[૧]તે બોલી કે “હું તો આ જીંદગીને છોડીને તારી જીંદગી ભોગવવાનું પસંદ કરૂં નહિ.


  1. *મૂળમાં “તેણી” છે તે અમે સુધાર્યું છે. વ્ય. ગાં. સા. મં.