આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


લઈ ગયો હતો તેનું નજરાણું આપ્યું. આથી તે ખૂશખૂશ થઈ ગયા. પછી જમીન માંગી. તે મોંઢેમાંગ્યે ભાવે આપી. મારી જમીન નદીના કાંઠા ઉપરજ છે. તેથી બહુજ સારો પાક મને મળશે” એટલું કહી તેણે ત્યાંના લોકો વિષે વાત કરવા માંડી.

તેણે કહ્યું, “ત્યાનાં માણસો ગાડર જેવાં ભોળાં છે તમે જાઓ તો તમે પણ મારી માફક સોંઘામાં જોઇએ તેટલી જમીન મેળવી શકો. ત્યાં જમીનનો પારજ નથી. એમ કહી તેણે લીધેલી જમીનનો દસ્તાવેજ બતાવ્યો. પટેલે બધું ધ્યાન દઈને સાંભળ્યું. તેને વિચાર, થયો કે “આમ છે તો પછી મારે શામાટે ત્રમણાં ચોગણાં નાણાં ખરચવા અને વળી ગળે દેણું લટકાવવું !”



પ્રકરણ પાંચમું.

પ્રેમા પટેલ તે વેપારી મુસાફરને ત્યાં જવાનો રસ્તો પૂછી પોતાનાં બાયડી છોકરાંને પોતાની માલમત્તાની તપાસ રાખવા મૂકી લાંબી મુસાફરીએ નીકળી પડ્યો. શહેરમાંથી ભાતું લીધું. નજરાણા જોગી ચીજો પણ ખરીદી લીધી. અને પેલા વેપારીએ કહ્યું હતું તેમ મજલ દરમજલ કરતાં સાત દિવસે ત્રણસોક માઇલની લાંબી મુસાફરી કરી ધારેલી જગાએ આવી પહોંચ્યો.

તે દેશના લોકો ઝુંપડાં બાંધી નદીને કાંઠે રહેતા હતા. કોઈ કંઇ ખેતી કરતું નહિ હતુ. પટેલે ત્યાં જઈ જોયું તો ગાયો, ઘોડા અને બકરાંનાં મોટાં ટોળાં ચરતાં હતાં. લોકોનો ખોરાક દહિં દૂધ, માંસાદિ હતો. આખો દિવસ તેઓ પોતાની વાંસળી વગાડવામાં અને તીર કામઠું લઈ શિકાર કરવામાંજ ગાળતા. તેઓ મુખ્યત્વે