આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એક તારો:
[૮૫]
 


ગરજ કોને ?
Ο

ગરજ હોય તો આવ ગોતવા
હું શીદ આવું હાથ હરિ!
ખોજ મને જો હોય ખેવના
હું શીદ સ્‍હેલ ઝલાઉં હરિ!—ગરજ૦ ૧

ગેબ તણી સંતાકુકડીમાં
દાવ તમારે શિર હરિ !
કાળાન્તરથી દોડી રહ્યા છો
તોય ન ફાવ્યા કેમ હરિ !—ગરજ૦ ૨

સુફીઓ ને સખી–ભકતો ભૂલ્યા,
વલવલીઆ સહુ વ્યર્થ હરિ !
'સનમ ! સનમ !' કહીને કો રઝળ્યા,
કોઈ 'પિયુ ! પિયુ !' સાદ કરી—ગરજ૦ ૩

પોતાને પતિતો દુષ્ટો કહી
અપમાને નિજ જાત હરિ !
એ માંહેનો મને ન માનીશ,
હું સમવડ રમનાર હરિ !—ગરજ૦ ૪