આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧

પરદેશીઓના આરોહણ પરથી : 'હજુ કેટલાં ક્રંદનો બાકી છે’ એ સ્પેનીશ જાદવાસ્થળીમાં ખપેલા એક પુત્રના શબ ઉપર આક્રંદ કરતી માતાની તસ્વીર પરથી : 'કાળનું વંદન’ સ્વ. તિલક મહારાજની, ચોપાટી પરની પ્રતિમા પરથી : 'ફાટશે અગ્નિથંભો’ એ એક જાતે દેરેલા કાર્ટૂન પરથી ઉતારેલ છે. ‘પુત્રની વાટ જોતી' રાજકોટના સ્વ. ઠાકોર ધર્મેન્દ્રિસિંહજીના એક કાર્ટ્રન પરથી : 'અસહ્ય વાત’ એક ચીનાઈ જનેતાના ચિત્ર પરથી : 'બંદૂકની આડશે’ એક કાર્ટુન પરથી : 'મોરપીંછનાં મૂલ’ આ સંગ્રહમાં મૂકેલા મુખપૃષ્ટના ચિત્ર પરથી : 'ધીમાં ધીમાં લોચન ખોલો’ શ્રી દેવીપ્રસાદ રાયચૌધરીના, મોડર્ન રીવ્યુના જુલાઈ ૧૯૪૦ ના અંકમાં આવેલી શિલ્પકૃતિ 'Shiva The Destroyer' પરથી.

‘દૂબળાની નારી’ જો કે ‘યુગવંદના’માં મૂકેલ 'સાંથાલની નારી'ની અનુકૃતિ છે છતાં એ પણ હરિપુરા મહાસભાનું વિઠ્ઠલનગર બાંધવામાં માટીનો ટોપલો વહેતી એક યુવતીની તસ્વીર પરથી છે.


ટિપ્પણ

શબ્દોના સોદાગરને (પા. ૧) : “ખાંપણમાં ય તારે ખતા પડશે’ = તારા શબને કફન પણ નહિ મળે. હોથલની લોકકથામાં એક કચ્છી દુહો છે. તેમાં એ પ્રયોગ છે:

‘જો વિસારૂ વલહા ! ઘડી એક મુંજા ઘટમાં,'
'તો ખાંપણમાં ય ખતા, મરણ સજાયું નહ મળે.”

નવાં કલેવર ધરો ! (પા. પ) : હંસલા=જીવાત્મા. ચુગો=ચણો. બરો=રૂવાબ. અનહદ=અનંતતા. હે જીવ ! તારી ભૂલથી પણ એક વાર