આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫

કટુતાનું તત્ત્વ

કટુતા અને ઉગ્રતા આપણી કવિતામાંથી પૂરી વિદાય પામી જ એ શું આજની પ્રયોગાવસ્થામાં સહેલું છે ?

'અમૃત ને ઝેરના ઘડૂલા
'સિંધુ વલોવી કાઢ્યા સંગે,
'અમિયલ રહેવું જો હોય દુલ્લા !
‘ઘૂંટીને દોય પીજે સંગે.'

એ આમાં બતાવેલા બિરદ મુજબ 'અમિયલ દુલ્લા' બનવું કેવું કપરૂં ! નહિ, નહિ. વિષ ને અમૃત ભેગાં ઘૂંટી હજુ જણ્યું નથી, હજુ તો 'નધણીઆતી નથી' એ ભજનમાં મેં પ્રજા - ધેનુને મુખે ગવરાવ્યું છે કે -

'વાંભ સુણો મારા ધીંગા ધણીની,
'આવતાં નૈ લાગે વાર;
‘સૂકાં મારાં ચામડા સાટે.
જોજો લીલાં ચામ નો ફાટે !’

એમાં પીડાનાં લીલાં ચામડાં ફડાતાં કલ્પીને મેં અ માનવતાને દૂષિત કરી છે; પરંતુ બીજી બાજુ મેં સ્વાર્થપ્રેરિત વિશ્વ યુદ્ધોમાં બેગુન્હે કતલ થતા ભાડુતી સૈનિકોની જન્મદાત્રીઓને કલેજે આવી દારૂણ આરઝુઓ મૂકી છે -

'કારમા લોહ–થંભાઓ ગાળી અગ્નિરસો પીવો !
'કોટિકોટાન અંબાઓ ! આંકડા ભીડી નીસરો !
'હીંચોળી પારણાં લીધાં, ઝંઝા-જૂથ બનો હવે;
‘ઝંઝેડો તખ્ત ને તાજો, પ્રલયંકર ચંડિ હે!'
['હજુ કેટલાં કંદનો .......... ?’ પાનું ૪૪]