પૃષ્ઠ:England No Pravas by Karasandas Mulji.pdf/૩૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એડિનબરો.

સેંટહિલન્સથી સમી સાંજના નિકળેલો મોડી રાતના એડીનબરોમાં જઈ પહોંચ્યો. જે હોટેલમાં મેં ઉતારો કર્યો તે હોટેલ સુંદર હતું અને એડિનબરોના સઉથી સરસ મોહલ્લામાં હતું. સવારના ઉઠીને બારીનો પડદો ઉઘાડી જોઉં છઉં તો આઃ હા ! કેવો સુંદર દેખાવ મારી નજરે પડ્યો ! એક તો એડિનબરોનું શેહેર આખા યુનાઇટેડ કિંગડમમાં ખુબસુરત અને સોહામણું કહેવાય છે અને જે મોહલ્લામાં હું ઉતર્યો હતો તે મોહલ્લો સઉથી સરસ ગણાય છે. એટલા માટે મારી આંખને જે આનંદ ઉપજ્યો તેમાં પુછવું શું ?

આ મોહલ્લો "પ્રિન્સેસ સ્ટ્રીટ" નામે ઓળખાય છે. કપડાં પેહેરી કરી તથા નાસ્તો કરી કારવી નીચે ઉતર્યો ત્યારે આ મોહલ્લાનો દેખાવ ખરેખર ખુબસુરત લાગ્યો. રસ્તો ઘણો પોહોળો અને ઘણો