પૃષ્ઠ:England No Pravas by Karasandas Mulji.pdf/૩૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્વચ્છ એટલુંજ નહી પણ અમારાં મકાનની સાથે રસ્તાની કોરતરફ ઉંડાણમાં એક સુંદર બગીચો અને તેમાં એક સુંદર મિનારો. એ ઉંચો મિનારો કોનો હશે ? સર વૉલટર-સ્કૉટ જેની કવિતા ઈંગ્રેજી વિદ્યાર્થીઓ મોટા પ્રેમથી અને રસથી વાંચે છે અને જે ઇ. સ. ૧૮૩૨માં મરણ પામ્યો તે પ્રખ્યાત કવિની યાદગારી માટે આવો સુંદર મિનારો બાંધ્યો છે. સામે બે સુંદર ઈમારતો છે. એક ન્યારાનલ ગ્યોલરી ને બીજી રૉયલ ઇન્સ્ટીટ્યુટ. એની પછવાડે એક ઊંચા ટેકડા ઉપર એડિબરોનો કિલ્લો બિરાજે છે. આ બધો દેખાવ જોઈને હું બહુજ પ્રસન્ન થયો તથા આનંદ પામ્યો.

પેહેલવેહેલો હું કિલ્લો જોવાને તથા તે ઉપર ચઢીને શેહેરનો દેખાવ જોવાને ગયો. કિલ્લા ઉપર સિપાઇઓની ગાર્ડ હતી. તેઓનો પોશાક હાઈલંડર હતો. એટલે સ્કૉટલેંડનો કેટલો એક પાહાડી ભાગ "હાઈલાંડ" નામથી ઓળખાય છે તે તરફના રહેવાસીઓનો આ પોશાક કેહેવાય છે. આ પોશાકમાં પગના મોજાની ઉપરથી તે ગુઠણ સુધીનો ભાગ ઉઘાડો રહે છે. મહારાણી વિક્ટોરિયાને આ પોશાક પસંદ હોય તેમ લાગે છે; કેમકે બે નાહાના રાજપુત્ર ઘણુંકરીને આવો પોશાક પહેરે છે. કિલ્લાની ઉપર ચહડીને જોયું તો શેહેરનો ઘણો ખરો ભાગ સારી પેઠે દેખાયો. સવારનું પોહોર હતું એટલે દેખાવ ઘણો સુંદર અને રમણ્ય લાગતો હતો.

આ કિલ્લો જોઈ આવ્યા પછી જે ગૃહસ્થની ઉપર ઓળખાણપત્ર હું લાવ્યો હતો તે ગૃહસ્થને મળવા ગયો. તે મને જોઈ બહુ ખુશી થયો. તેણે મને સ્કૉટલેંડનું ફીચર્સ દેખાડ્યું. ત્યારપછી ત્યાના પ્રખ્યાત ડાક્ટર ગથીને મળવા તે મને લઈ ગયો. આ ગૃહસ્થ જે ૧૮૬૫માં મરણ પામ્યો તે વિલાયતમાં ઘણો પ્રસિદ્ધ હતો. અગત્ય કરીને એડિનબરોના