પૃષ્ઠ:England No Pravas by Karasandas Mulji.pdf/૩૮૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લોકો તેની પરોપકાર બુદ્ધિ માટે તથા ઈશ્વરજ્ઞાન ને નીતિમાર્ગ સંબંધી તેનાં ભાષણ માટે તેની ઉપર મોહી પડ્યા હતા.

રવીવાર હતો તે છતાં તેણે મારી મુલાકાત લીધી. તે મને નામથી ઓલખતો હતો અને હું વિલાયત આવ્યો છઉં તેની પણ તેને ખબર હતી. તે મોટી ખુશીથી મને મળ્યો અને મારી સાથે આપણા દેશ સંબંધી કેટલીએક વાતચિત કરી. તેણે મને કહ્યું કે તમે દસબાર દહાડા આ શહેરમાં રહો તો ઠીક. પણ ત્રણ દિવસ કરતાં વધારે મારે ખોટી થવાય તેમ નહોતું. તે દહાડે એ ગૃહસ્થ ભાષણ કરનાર હતો માટે મને કહ્યું કે તમે જરૂર આવજો. હું એનું ભાષણ સાંભળવાને બપોરે ગયો. દેવળ તમામ ભરાઈ ગયું હતું. જે દહાડે એનું ભાષણ હોય તે દહાડે લોકો એટલા ઉલટે કે તે સાંભળવાની અગાઉથી ચિઠ્ઠી મેળવી રાખે. આવા પુરૂષનું ભાષણ સાંભળવાની મને જોગવાઈ મળી એ હું મારૂં ભાયગ સમજ્યો.

આઃ હા ! ભાષણ તે ખરેખર ભાષણજ હતું. ત જે કાંઈ બોલતો હતો તે ચોખ્ખું અને અસરકારક હતું. તે જે કાંઈ બોલતો તે તેનાં અંતઃકરણમાંથી અંતઃકરણના ઉભરા કાહાડીને બોલતો હતો. સાંભળનારનાં રૂંવેરૂવાં ઉભાં થતાં એટલું જ નહીં પણ કેટલાએકોની આંખોમાંથી આંસુની ધારા પડતી મેં જોઈ અને મારું દિલ પણ મીણ જેવું થઈ ગયું. આ સંસાર મિથ્યા છે ને મનુષ્ય માત્રે ઈશ્વર ઉપર પ્રીતિ અને ભક્તિ રાખવી જરૂર છે એમ સર્વના મનમાં રામબાણની પેઠે ઠસી ગયું.

સ્કૉટલેંડમાં રવીવારનો દહાડો ઇંગ્લંડ કરતાં વધારે પાળે છે. એ દહાડે રેલવેની ગાડી પણ ચાલતી નથી ને ભાડુતી ગાડી ઘણી મળવી કઠણ. તેથી એ ભાષણ સાંભળ્યા પછી હું મારાં મકાનની સામેના બગીચામાં બે કલાક ફર્યો. વૉલટર-સ્કૉટનો મિનારો - સ્કૉટ-મૉન્યુમેંટ નામથી ઓળખાય છે તે નિરખી નિરખીને જોયો. તેનું બાંધકામ ઘણું જ તોફે છે. એ મિનારાને ઠેઠ મથાલે ચહડીને જોતાં તો ચોમેર દેખાવ ઘણો જ ખૂબસુરત લાગ્યો. તે ૨૦૦ ફૂટ