પૃષ્ઠ:England No Pravas by Karasandas Mulji.pdf/૩૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઊંચો છે ને તે બાંધવાનો ખરચ ૧‖ લાખ રૂપિયાનો થયો છે. પછી મિનારા ઉપર જે લેખ હતો તે વાંચ્યો. આ સુંદર બાગમાં હું થોડીક વાર ફર્યો ને થોડીકવાર બેઠો અને તેમ કરતાં સાંજ પડી.

વળતે દહાડે "હોલીરૂડ" નામનો જૂના વખતનો રાજમહેલ જોવાને હું ગયો. મહેલની બહાર એક ઘણોજ સુંદર ફુવારો પણ છે. જૂના વખતનો કેટલોએક પાદશાહી સામાન આ મહેલમાં જોવાજોગ છે. આ મહેલના કેટલાએક ઓરડા મેરી નામની સ્કૉટલેંડની રાણીના વખતમાં જેવા હતા તેવાજ હમણાંસુધી રેહેવા દીધાછે. મેરી રાણીનો સુવાનો ઓરડો જેવી હાલતમાં તેના છપરપલંગ તથા સામાન સુધા હતો તેવી જ હાલતમાં અહીં તમે જોશો.

આ મેહેલની પડોસમાં "આરથર-સીટ" નામની ઉંચી ને સુંદર ટેકડી છે. તે આશરે ૮૦૦ ફૂટ ઉંચી છે. તે ઉપર ચહડીને જોયાથી આસપાસનો દેખાવ ઘણો રમણ્ય અને સુંદર લાગેછે. હું એક ટેકડી ઉપર ચહડ્યો હતો અને ચોતરફ જે દ્ખાવ નજરે પડ્યો તેથી બહુ આનંદ પામ્યો હતો. એ ટેકડી તરફ જતાં એક ઘણોજ સુંદર રસ્તો આવેછે. તે "કુવીન્સ દ્રાઈવ" નામથી ઓળખાય છે.

ત્યાંથી નીકળીને યુનિવરસિટીને રસ્તેથી ગાડી લેવડાવી. યુનિવરસિટી બંધ હતી પણ માંહેલીકોર જઈને તેનું મ્યૂઝિયમ જોયું. મ્યૂઝિયમમાં "સ્ટફ" કરેલાં જનાવરોનો મોટો સંગ્રહ જોયો. બ્રિટિશ મ્યૂઝિયમ આગળ તો તે કંઈજ નહી; તે છતાં તેમાં કિંમતી સંગ્રહ હતો. આસરે હજાર જનાવરો હશે. તે ઉપરાંત ધાતુ તથા પથ્થરોનો સંગ્રહ હતો તે જુદો. તેની પાસે પુસ્તકશાળા જોઈ. તેમાં એક લાખ પુસ્તકો છે. વિદ્યાર્થીઓના અભ્યાસના ઓરડા જોયા. આ યુનિવરસિટીમાં આસરે ૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે.

એડિનબરોનું જિનું શહેર મેં જોયું. જૂના શહેરનો ભાગ નવા શહેરથી જુદો પડી ગયોછે. જુનું તે જુનું; માટે દેખાવમાં સારૂ ક્યાંથી હોય ? નવાં શેહેરમાં ઘણી રચનાથી - મોહોલ્લાઓ તથા ચોક