પૃષ્ઠ:Englandni Musafarinu Varnan.pdf/૧૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચિત્રો વગેરે શણગારો તથા અનેક નવાઈની વસ્તુઓ, આરસનું અને મીનાકારીનું કામ, ઇત્યાદિ જોઈ મારી અક્કલ ગુમ થઈ ગઈ. જેણે એવું ઘણું જોયું હોય તેને તો ઘણું સાનંદાશ્ચર્ય ન લાગે, પણ મારા જેવા પહેલીવાર જોનારને તો વખતે ભ્રાંતિ પડે કે, આ ખરેખરું છે કે સ્વપ્ન હશે, હું પૃથ્વી ઉપર છું કે પરલોકમાં છું. મેં જે જે સંગ્રહસ્થાનો, પુસ્તકશાળાઓ, જનાવરશાળાઓ, દુકાનો, યંત્રનાં કારખાનાં, હુન્નર બનાવવાનાં ઠેકાણાં, બાગ, બગીચા, છોકરાંને રમાડવાની જગો, કીર્તિસ્તંભો, ફરવાનાં રમણીય સ્થળો વગેરે જે અદ્‍ભૂત રચના જોઈ તેઓનું વર્ણન પારિસમાં ઘણા જ મહિના રહ્યા વિના થઈ શકે નહિ, અને ત્યારે પણ ઘણાં જ પરભાષાના શબ્દો વાપરવા પડે.......