પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


સ્ત્રીઓને શીખવવા માટે તેમની રીત એ હતી કે ભાષણો આપ્યા કરતાં સાધારણ વાતચીતથી પ્રાથમિક જ્ઞાન આપવું.

ગામડાંની તેમજ શહેરની મજુર વર્ગની વિગેરે અજ્ઞાન સ્ત્રીઓને ઘણી બાબતો શીખવવાની જરૂર છે. બાળકને કેવી રીતે ઉછેરવાં, પોતાના ધરની અને ગામની આરોગ્યતા કેવી રીતે સાચવવી એ સર્વનું જ્ઞાન સ્ત્રીઓને આપવાની ઘણી જ અગત્ય છે.

સરકારી નોકર ઉપરાંત દરેક ગામને માટે એક બે શીખેલી કેળવાએલી સ્ત્રીઓ જોઈએ કે જેઓ ઉપર કહ્યા એવા સ્ત્રી ઉપયોગી વિષયો ઉપર ગામની સ્ત્રીઓ સાથે વાતચીત કરે અને તેમના આચાર વિચાર સુધારીને આપણી પ્રજાનો ઉદ્ધાર કરે. એ સ્ત્રીઓની સાથે વાતચીત કરે તે ઉપરાંત જો ઘરમાં કે ઘરની આસપાસ કાંઈ ગંદકી હોય તો તે તરત સાફ કરાવી નાખે. ઘર વાળી ઝાડીને સાફ રખાવે, બારી બારણાં ઉઘડાવે, દરરોજ સર્વે સ્ત્રીઓને નહાવા ધોવાની ફરજ પાડે અને તેનો ફાયદો સમજાવે. એ રીતે સ્વચ્છતાના નિયમો પ્રત્યક્ષ ઉભાં રહીને તેમની પાસે પાળવાની ફરજ પાડે.

કુટુંબને માટે પુષ્ટિકારક ખોરાક તૈયાર કરતાં શીખવે; કાંઈ અકસ્માત થાય તો દાક્તર આવે તે પહેલાં અને તે પછી શા ઉપાય લેવા એ સર્વ સમજાવે. એ સ્ત્રીઓ સાથે મિત્રાચારી કરીને બધું શીખવવું, એવી મિસ નાઇટીંગેલની ખાસ સૂચના હતી.

મિસ નાઇટીંગેલ માત્ર પોતાના જ દેશની આરોગ્યતા સામું જોતાં હતાં એમ નહોતું; કેમકે આપણા દેશની હવા પાણી સુધારવાને પણ એમણે અનેકવાર લખાણો કર્યા હતાં. આપણા દેશનાં મોટાં શહેરોમાં તો સુધરાઈ ખાતાનું કામ સાધારણ ઠીક ચાલતું હતું, તે તેમની જાણમાં આવ્યું