પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
પ્રકરણ ૪ થું.

લખતાં, વાંચી સંભળાવતાં એ સર્વ પણ શીખવવામાં આવતું. આટલી સામાન્ય કેળવણી લીધા બાદ જો તેને નર્સ થવાની ઈચ્છા હોય તો તેને હોસ્પીટલમાં સારવારનું કામ કરવું પડતું. અને જો શિક્ષક થવું હોય તેા કીડંરગાર્ટન શાળામાં અને બીજી સામાન્ય શાળામાં અનુભવ લેવો પડતો.

ત્યાં શીખનારને કાંઈ પણ પગાર મળતો નહિ. કારણ કે પરાપકારાર્થે કામ કરાવવાનો ત્યાં મુખ્ય ઉદ્દેશ હતો. ખાવાનું અને રહેવાનું મફત મળતું, અને દર વર્ષે બે ચાર લૂગડાંની જોડ મફત મળતી. જો કેાઈની પાસે પોતાની ખાનગી મીલ્કત હોય તે તે પાતાની ઈચ્છા પ્રમાણે વાપરવાની છૂટ હતી. સહેજસાજ ઉપલક ખર્ચા માટે અમુક રકમ દરેક જણને અપાતી.

જ્યારે ફ્લૉરેન્સ કૈસરવર્થમાં દાખલ થયાં ત્યારે એ આશ્રમને સ્થપાએ સોળ વર્ષ થયાં હતાં, અને તેને લગતી એક હૉસ્પીટલ, નર્સીંગની શાળા, બાલશાળા માટે શિક્ષકોની શાળા, કીડંરગાર્ટનશાળા, અનાથ બાલાશ્રમ, અને એક શાસનગૃહ એટલી સંસ્થાઓ હતી, પણ આજની સરખામણીમાં સર્વ વ્યવસ્થા ઘણા ન્હાના પાયા ઉપર ચાલતી હતી, તેમજ નર્સો પણ ગામડીઆ વર્ગમાંથી જ આવતી. ગૃહસ્થની સ્ત્રીએાથી નર્સ થઇ શકાય એ તો સાફ અજાણી વાત જ હતી; એથી તો આબરૂ જાય એમ જ માનવામાં આવતું. જ્યારે ફ્લૉરેન્સ તેમાં દાખલ થયાં તે વખતે એક પણ ગૃહસ્થની સ્ત્રી નર્સ ત્યાં નહોતી. આ આશ્રમમાં દાખલ થયા પછી ફ્લૉરેન્સ લખે છે કે,

"અહીંના જેવી પરોપકારની તથા સ્નેહની લાગણી તેમ જ ઉત્તમ પ્રકારનો ભક્તિભાવ અને કાર્યપરાયણતા મેં અન્ય સ્થળે જોઈ નથી. કેાઈની કદી અવગણના કરવામાં આવતી નથી."

"વધારે આશ્ચર્યકારક વાત તો એ છે કે બધી નર્સો ગામડીએણ