પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
પ્રકરણ ૪ થું.


તે સમય એવો હતો કે સ્ત્રીઓને માટે આ નવો ધંધો દાખલ કરાવવા માટે ઘણો જ વિરૂદ્ધ મત હતો અને તેથી ઘણી સાવચેતીની જરૂર હતી. લેાકેાને અને ધર્મ ગુરૂઓને સમજાવવાને માટે ધર્મ પુસ્તકેાનાં અને મહાન પુરૂષોનાં વચનોનાં પ્રમાણ લેવાની અગત્ય પડતી. આ ધંધો રોમન કૅથલીક પંથના લોકોએ મૂળ સ્થાપ્યો નથી તે માટે મહાત્મા લ્યુથરનાં વચન મિસ નાઇટીંગેલ બતાવે છે." દુ:ખમાં ઘટાડો કરવાને, અને દુઃખમાં આશ્વાસન દેવા સ્ત્રીઓમાં કાંઈ વિશેષ જ ખુબી રહેલી છે. અને પુરૂષના કઠોર શબ્દ કરતાં સ્ત્રીની મધુર વાણીમાં વધારે મૃદુતા રહેલી છે, જેથી મનુષ્યના મન ઉપર ઘણી જલદી અસર થાય છે અને તેજ માટે નર્સ તરીકે તો સ્ત્રીઓએ જ કામ કરવું જોઈએ." આવી રીતે અનેક પ્રમાણોને આધારે એ સિદ્ધ કરી આપે છે કે ક્રીશ્ચિઅન ધર્મની આ બાબતમાં પૂર્ણ સમ્મતિ છે, અને કોઈ પણ રીતે સ્ત્રીઓને અયોગ્ય એ ધંધો નથી, અને તે કાંઈ રોમન કેથલીક લેાકેાએ બતાવેલો માર્ગ નથી. પ્રૉટેસ્ટંટ ધર્મની અસલની સંસ્થાઓ ના ચાલી તેનું કારણુ એ જ હતું કે શિક્ષણ લેવાનાં યોગ્ય સાધનો નહેાતાં.

કૈસરવર્થનો આશ્રમ એ સર્વ સાધનો, પૂરાં પાડે છે માટે જ તે આદર્શ રૂપ છે,