પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૫ મું.

જ થઈ જતા હતા. ભલા ભલા શીખેલા દાક્તરો કરતાં પણ તેમને હાડવૈદું વધારે સારી રીતે આવડતું એમ લેાકેાનો મત હતો.

ઍમ્બ્લીમાં જ્યારે એ રહ્યાં ત્યારે મિ. અને મિસીસ સિડની હર્બટનાં પરોપકારનાં કાર્યમાં તે ઘણા ઉત્સાહથી ભાગ લેતાં હતાં. તેમનું ઘર તેમની નજીક જ હતું એટલે જવા આવવાનું ઘણું અનુકૂળ હતું. આ પરોપકારી દંપતીએ બાળકો માટે એક દવાખાનું, તથા નિશાળો સ્થાપી હતી, તેમજ અનાથ સ્ત્રીઓના હિતને માટે પણ અનેક ઉપાય યોજ્યા હતા.

મિસ નાઇટીંગેલની તબીયત જ્યારે બરાબર સુધરી ત્યારે તે લંડનમાં જઈને કામ કરવા લાગ્યાં. લંડનમાં વસતી ઘણીક ગૃહસ્થની સ્ત્રીઓ ગરીબાઈને લીધે અનેક સંકટ વેઠતી હતી. તેમની દયાર્દ્ર સ્થિતિ જોઈને માયાળુ મિસ નાઇટીંગેલને ઘણી જ દયા ઉપજી, તેવી અનાથ સ્ત્રીઓનું છુપું દુઃખ ટાળવાની તેમને ઉત્કંઠા થઈ, અને તેથી જ તેવી સ્ત્રીઓને કાંઈ ઉપયોગી ઉદ્યોગની કેળવણી આપવી જોઇએ એવો તેમનો નિશ્ચય થયો. ઉછરતી છોકરીઓને તો નર્સનું ને 'ડીકનેસ' નું શિક્ષણ લેવાને તેમણે ઉશ્કેરી. પરંતુ જેઓ મોટી ઉમરનાં હતાં, અને જેમનાથી શિક્ષણ લઈ શકાય એવી સ્થિતિ નહોતી તેમનું કાંઈ ભલું કરી શકાય એ હેતુથી તેમણે "અનાથ સ્ત્રી શિક્ષકોના આશ્રમ" ની દેખરેખ રાખવા માંડી. તે વખતે સ્ત્રી શિક્ષકોને પગાર બહુ જ જુજ મળતો, ને તેમની સ્થિતિ ખરેખર ઘણી જ દયાજનક હતી. તેમનાં શેઠ શેઠાણી ધણી કઠોરતાથી તેમની સાથે વર્તતાં, અને અનેક રીતે તેમને કાયર કરતાં. વળી જ્યારે વૃદ્ધાવસ્થા થતી, અથવા માંદગીને લીધે કામ કરવાને અશક્ત થાય ત્યારે તે તેમને કોઇનો જ આશરો નહિ. આવી સ્ત્રીએાને માટે જ આ આશ્રમ હતો. ત્યાં રહ્યાથી મિસ નાઇટીંગેલને એક મોટો લાભ એ મળ્યો કે જે જ્ઞાન કૈસરવર્થમાં તેમને મળ્યું હતું તેને ઉપયોગમાં લાવવાનો