પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

હતી; પરંતુ તેમને માંદાની સારવાર કેવી રીતે કરવી તેનો જરા પણ ખ્યાલ નહોતો. અને હાથ નીચેના નોકર ચાકરને શી રીતે દાબમાં રાખવા તે કાંઈ આવડતું નહિ. આ ઉપરથી સ્ત્રી નર્સો સમુળગી ના મોકલવી એમ જ દુરસ્ત લાગ્યું. વર્તમાન પત્રોનાં લખાણોથી સ્ત્રીઓની સ્વદેશ પ્રીતિ જાગ્રત થઈ અને સરકારમાં અનેક અરજીઓ આવવા લાગી. પણ તેની વ્યવસ્થા કોણ કરશે, અને કેવી રીતે થશે તેનો હવે સવાલ રહ્યો. મિ. સિડની હર્બર્ટ લશ્કર ખાતાનો ઉપરી હતો, અને એને તરત પોતાની મિત્ર મિસ નાઈટીંગેલનું નામ સુઝી આવ્યું. તેને એમ જ લાગ્યું કે કેળવણી, ગૃહસ્થાઈ અને આબરૂ સર્વ રીતે આ એક જ સ્ત્રી નર્સોનું ઉપરીપણું કરવાને તથા બધી દેખરેખ કરવાને યોગ્ય છે, ને મિસ નાઇટીંગેલને ઘણી સારી રીતે એાળખતો હતો. ઇંગ્લંડમાં અને બીજે દેશ પરદેશ ફરીને તેમણે કેટલુંક જ્ઞાન અને અનુભવ મેળવ્યા હતા તે તે બરાબર જાણતો હતો. તે ઉપરાંત હાર્લી સ્ટ્રીટના શિક્ષકેામાં રહીને તે સર્વ રીતની યોજના કેવી રીતે કરવી તે તે શીખ્યાં હતાં, તે વાત પણ તે જાણતો હતો. મિસીસ હર્બર્ટે પણ એવો જ મત આપ્યો કે જો મિસ નાઇટીંગેલ આ કામ ઉપાડી લેવાની હા કહે તે ખચીત બધી યોજના ફતેહમંદ નીવડે. પરંતુ સ્વભાવિક રીતે આવી ધાસ્તી ભરેલું કામ કોઈને સોંપવાની સુચના કરતાં ખંચાવાય તો ખરું જ. મિ. અને મિસીસ નાઇટીંગેલ પણ પોતાની પ્રિય સ્નેહીને આવું જીંદગીના જોખમ ભરેલું તે ઉપરાંત લોકેાની વિરૂદ્ધ :ટીકા સહન કરવાનું કામ સોંપતાં અચકાયાં. આવા મોટા ગૃહસ્થની પુત્રી તે શું સાધારણ સિપાઈની સારવાર કરે ? એવી રીતની અજ્ઞાન લોકો જરૂર ચર્ચા કરશે, એમ તેમને લાગ્યું. મિ. હર્બર્ટને એમ તો લાગ્યું જ હતું કે જો કદાપિ મિસ નાઇટીંગેલ જવાની હા પાડે તો તેમને સર્વ પ્રકારની સત્તા સ્વાધીન કરવી અને સરકાર તરફથી સર્વ રીતે સહાયતા આપવી, કારણ કે તેથી ઘણો ફેર પડે. દરેક