પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
પ્રકરણ ૬ ઠ્ઠું.

નર્સ સ્વતંત્રપણે લશ્કરની છાવણીમાં વર્તે એમ તો કરી શકાય જ નહિ- તેમ જ સ્ક્યુટેરાઈની ઈસ્પીતાળના અધિકારીઓને પણ તેમની દેખરેખ રાખવાનું કામ સોંપાય તેમ પણ નહોતું કેમકે ત્યાંની ઈસ્પીતાળોમાં તો સડો પેઠેલો હતો, ને તે તો ખાસ સુધારવાનો ઉદ્દેશ હતો. અને મિસ નાઇટીંગેલ જેવી બાહેશ સ્ત્રી સર્વ સત્તા વગર યોજના કરવાનું કબુલ પણ કરી શકે જ નહિ.

ભાગ્યજોગે મિ. સિડની હબર્ટને એાળખાણ પીછાણ ઘણાં હતાં અને સરકારમાં વગ સારી હતી. તેથી મિસીસ નાઇટીંગેલને ક્રાઈમીઆની નર્સના સુપરીન્ટેન્ડેન્ટ (નિયોજક) તરીકે મોકલવાની સુચના સર્વાનુમતે કબુલ થઈ અને તે ઉપરાંત ઉપરી વર્ગના મનને પણ નિવૃતિ થઇ. જ્યારે સર્વ કબુલતે આટલી ગોઠવણ થઇ ત્યારે સિડની હર્બર્ટે મિસ નાઇટીંગેલને નીચે પ્રમાણે કાગળ લખ્યો.

ઓક્ટોબર, ૧૫, ૧૮૫૪.


પ્રિય મિસ નાઈટીંગેલ.
ન્યુસપેપરો ઉપરથી તમને માલુમ તો પડયું જ હશે કે સ્ક્યુટેરાઈમાં નર્સની કેટલીક ખોટ છે, ડાકટરો. કપડાં, પાટા, પટી, વગેરેની જે ખોટ હતી તે માટે તો યોગ્ય ઉપાયો લેવાઈ ગયા છે, કારણ કે ઘણા ડાકટરો અહીંથી મોકલ્યા છે ને તે તો હવે કોન્સટેન્ટીનોપલ પહેાંચી પણ ગયા હશે. ખેારાક, દવાદારૂ, ઓઢવાનાં, પાથરવાનાં, ચાદરો, કાંજી વિગેરે હજારો મણ માલ મોકલ્યો છે, તે જો ખરે રસ્તે જશે તો તે પણ સર્વ પહોંચી ગયા હશે, પરંતુ સ્ત્રી નર્સોની ખોટ તો કાયમ જ છે. લશ્કરી ઈસ્પીતાળોમાં હજી સુધી કેાઈ સ્ત્રી નર્સોને દાખલ કરવામાં આવી નથી. રણસંગ્રામમાં સ્ત્રી નર્સોની મોટી સંખ્યા લઈ જવાની ઘણી અગવડ પડે પણ સ્કયુટેરાઈમાં તો હવે એક સ્થાયી ઈસ્પીતાળ થઈ છે અને તેથી સ્ત્રી નર્સો દાખલ