પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
પ્રકરણ ૬ ઠ્ઠું.

એ સર્વ જેતાં તમે જ યોગ્ય નાયક છો. તમે જે હા કહેશો તો હજારો માણસનું ભલું થશે, તમારી પોતાની તે વખતે મરજી થશે, પણ તમારાં માતા પિતા તમને જવાને પરવાનગી આપશે? આ કાર્ય આખા દેશના ભલાને ખાતર છે, અને સુચના સરકાર તરફથી થઈ છે, તેથી તમારાં માન આબરૂ સર્વ રીતે સચવાશે. ત્યાં જઈને તેમ જ રસ્તામાં તમારે માટે સર્વ બંદોબસ્ત થશે, અને સર્વ તમારી આજ્ઞાને તાબે રહેશે. તમને આ સર્વનો વિચાર હાલ નહિ આવે પણ મહારે તે પ્રથમથી કહેવું જ જોઈએ. હું આશા રાખુ છું કે તમે જવાને કબુલ થશો, ઈશ્વર તમને એ જ રસ્તે પ્રેરે એટલું માગું છું,

લિ૦ સિડની હર્બર્ટની


સ્નેહ સહિત સલામ.


આ વખતે મિસ નાઇટીંગેલ લીહર્સ્ટમાં રહીને, વર્તમાન પત્રનાં તે વખતના નર્સોની ખોટ માટેનાં લખાણ વાંચી તેના જ વિચારો કરતાં હતાં. દરરોજ સ્કયુટેરાઈમાં પીડાતા લોકોના વધારે ને વધારે દયાજનક સમાચાર આવતા હતા. ફ્લૉરેન્સ નાઇટીંગેલ વાંચીને બેસી રહે એવી સ્ત્રી નહોતી. અને ૧૫ મી ઓકટોબરની સાંજ પહેલાં તેમણે મિ. સિડની હર્બર્ટને કાગળ લખીને સ્ક્યુટેરાઈની ઈસ્પીતાળમાં કામ કરવા જવાની માગણી કરી. મિ. હર્બર્ટે તેમના ઉપર કાગળ લખ્યો હતો, તેની તો તેમને કાંઈ ખબર પણ નહોતી, અને તેથી જ જાણે ફ્લૉરેન્સ નાઇટીંગેલને આ કાર્ય કરવાને ઈશ્વરી વાણી થઈ હોય એમ ભાસે છે.