પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
પ્રકરણ ૮ મું.

મિસ નાઇટીંગેલના મિત્રો તરફથી જથાબંધ સામાન મોકલવામાં આવતો પણ ખપ એટલો વધી ગયો હતો કે બધી જરૂરીઆતો પૂરી પડી શકે જ નહિ. નર્સો તરફથી જેટલા જેટલા કાગળ ઈંગ્લંડ જતા તે સર્વમાં મંદવાડ વખતે જોઈતી ચીજો અને તેમને જોઈતાં કપડાંની માગણીનો અંત જ આવતો નહોતો. મંદવાડને બિછાને શાનો ખપ ના પડે ? લોહીથી ખરડાયેલાં લૂગડાં બદલી નાંખીને બીજા પહેરવાને માટે પૂરતાં કપડાં પણ નહોતાં, અત્યંત ઠંડીથી પીડાયેલા લોકોને એક પાતળું પણ ગરમ વસ્ત્ર નહોતું. એક નર્સે પોતાના મિત્રને વર્ણન કરતાં લખ્યું હતું કે "જયારે કેાઈ દરદી કહે કે બાઈ મારે તમને કાંઈ વાત કહેવી છે ત્યારથી જ મને દયા આવે. કારણ કે મને પહેલેથી જ ખબર પડતી કે એ પ્રથમ ખમીસ માગશે."

મિસ નાઇટીંગેલનું કામ અવ્યવસ્થામાંથી યોગ્ય બંદોબસ્ત કરવાનું હતું. ખરી અગત્ય કયી કયી વસ્તુઓની છે, તે જોવાનું અને તે પ્રમાણે ઈંગ્લંડથી મોકલવાને મિત્રો ઉપર લખવાનું કામ તેમનું હતું. આ પ્રકારનું કામ અહીં આવીને કરવું પડશે, એવું કેાઈના ખ્યાલમાં નહેતું. કારણ કે મિ. સિડની હર્બર્ટે પ્રથમથીજ કહ્યું હતું કે ઈસ્પીતાળો માટે દરેક ખપની ચીજ મેાકલવામાં આવી છે અને જથાબંધ સામાન ઈંગ્લંડથી રવાના કર્યો છે.

પરંતુ ગેરબંદોબસ્તને લીધે આ સર્વ સામાન સ્ક્યુટેરાઈના પહેાંચતાં બીજે જ ઠેકાણે જઈને પડેલો હતો અને જેટલો ત્યાં આવી પહોંચ્યો હતો ને પણ દારૂગોળાની નીચે દબાઈ ગયો હતો ને તે એકદમ બહાર કહાડી શકાય તેમ નહોતું. વળી મિસ નાઇટીંગેલના આવ્યા પછી બે દિવસે એક વહાણ જથાબંધ સામાન સાથે ડુબી ગયું હતું.

વળી તે ઉપરાંત અધિકારી વર્ગ તરફથી કેાઈ ખરી ખબર ઈંગ્લંડ