પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
પ્રકરણ ૮ મું.

ત્યાંના અધિકારી વર્ગ ગમે તેટલા આંખઆડા કાન કરવા જાય, પણ તેમને તો સરકારે સત્તા આપેલી હતી. જે તેમણે નજરે જોયું તે સર્વ લશ્કરના વડા ઉપરી લોર્ડ રેગ્લેનને જણાવવામાં આવ્યું અને ત્યાંથી ઈગ્લંડમાં સિડની હર્બર્ટને કાને વાત ગઈ અને છેવટ વખત જતાં બધો બંદોબસ્ત કરવાની ગોઠવણ થઈ, અધિકારી વર્ગમાં ૫ણ મિસ નાઇટીંગેલનું વજન કાંઈ ઓછું નહોતું.

તે કદી કુલ અખ્તિઆરથી હુકમ તો કરતાં જ નહિ, તેમ જ ક્રોધ પણ દેખાડતાં નહિ, પરંતુ તેમની વિવેક બુદ્ધિને લીધે જ સર્વ એમની સૂચનાને માન આપતા.

કેાઈ પણ વાતનો બડબડાટ તો તે કદી કરતાં જ નહિ, તેમજ કોઈનો વાંક કહાડવા ખાતર કોઈને માટે અપશબ્દ કહેતાં નહિ; પણ જે સત્ય બીના હોય તે કહી દેતાં. મોદીખાનામાં અને ઈસ્પીતાળોમાં કેટલી અંધાધુની ચાલતી હતી તે બરાબર તેમણે બતાવી આપ્યું હતું. એમના કાગળોને લીધે જ ઈગ્લાંડના સત્તાધિકારીઓને ખરી વિગત માલૂમ પડી, અને છેવટ તેમની સૂચના પ્રમાણે સર્વ સુધારા દાખલ થયા.

સ્ક્યુટેરાઇના લશ્કરી અમલદારો પણ તેમનાં વખાણ કરતા અને દરેક બાબતમાં તેમની સલાહ પ્રમાણે જ વર્તતા.