પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

તે વારંવાર કામ બંધ કરી દેતો હતો, અને તેથી દર્દીઓને કદી સ્વચ્છ કપડાં પહેરવાને વારોજ આવતો નહિ. તે માટે તેઓ કેાઈ કેાઈવાર સિપાઈઓની સ્ત્રીઓ પાસે પોતાનાં કપડાં ધોવરાવતા. હોસ્પીટલમાં બે ત્રણ હજાર માંદા અને ઘાયલ થએલા માણસો પડયા હતા ત્યાં આવી સ્થિતિ હતી.

મિસ નાઇટીંગેલે હોસ્પીટલની પાસે એક ઘર ભાડે લીધું અને ઉપયોગમાં આવે એવી રીતે કપડાં ધોવાની યોજના કરી. તેનો ખર્ચ અર્ધો પોતે આપ્યો અને અર્ધો ઇંગ્લંડમાં 'ધી ટાઈમ્સ' વર્તમાન પત્રે સિપાઇઓને માટે જે ફંડ કહાડયું હતું એમાંથી બાકીનો ખર્ચ આપ્યો. આ ધોવાની જગ્યાએ આરોગ્યતાના સર્વ નિયમ સાચવવામાં આવતા. અને દરેક અઠવાડિએ પાંચસે ખમીસ અને દોડસો બીજા કપડાં ધોવાતાં હતાં.

વળી એક બીજી અડચણ નડી કે, દર્દીઓ જ્યારે પોતાનાં મેલાં કપડાં ધોવા આપે ત્યારે પહેરવાને બીજાં ક્યાંથી લાવવાં ? તે લેાકેાનો સામાન તો તેમની પાસે હતો જ નહિ; અને જે અંગ ઉપર બગડેલાં વસ્ત્ર હતાં તે સિવાય ફાટેલું ચીંથરૂં પણ તેમની પાસે નહોતું. પહેલા ત્રણ મહિના તે મિસ નાઇટીંગેલે પોતાના ખર્ચે દસ હજાર ખમીસ પુરાં પાડયાં. ઉપર બાંધવાના પાટાપટીની પણ એટલી જ ભીડ હતી. નર્સોને જેટલો વખત મળતો તેટલામાં તેઓ પાટા, બિછાનાં અને ઓશીકાં બધું તૈયાર કરતી.

દવા દારૂમાં પણ તેટલા જ ગુંચવાડો હતા. સ્ક્યુટેરાઈમાં દવાનો જે ભંડાર હતો તે સર્વ પણ અસ્તવ્યસ્ત હતો. દવા આપનારને પણ ખબર નહિ કે, દવા કેટલી છે અને કઈ કઈ છે. એક વખત એવું બન્યું કે મિસીસ બ્રૅસબ્રીજે અમુક દવા માગી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તે દવા તો નથી, પછી મિસ નાઇટીંગેલે ફરી બરાબર તપાસ કરાવી ત્યારે માલુમ પડયું કે તે દવાનો ભરેલો અઢી મણનો કોથળો જેમનો તેમ પડેલે હતેા.

સિપાઈઓ દરવાનોમાં પણ કાંઈ બંદોબસ્ત નહોતો છતાં મિસ