પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

આવી. બાકીની બધી નર્સોને બૉસ્ફરસની સામી બાજુએ ક્યુલાલી હોસ્પીટલમાં મિસ સ્ટેન્લીના હાથ હેઠળ રાખવામાં આવી.

નવી નર્સોમાંની ઘણી ખરી આઈરીશ કૉન્વેન્ટમાંની 'સિસ્ટર્સ ઑફ મર્સી'માંની હતી. તેમાંની એક નર્સ હજી હયાત છે. તે લખે છે કે— "સ્કયુટેરાઈની હોસ્પીટલમાં હું એક દિવસ રહી, તેનું વર્ણન કરવાને મારામાં શક્તિ નથી. વહાણોનાં વહાણો ભરાઈને ઘાયલ થએલા સિપાઈએા આવતા હતા. બે ત્રણ દિવસ સુધી તેઓ કાળા સમુદ્રમાં રખડતા, રીબાતા પડી રહેતા હતા. તેઓને જવાનું ઠેકાણું કયાં હતું ? એક બિછાનું ખાલી નહોતું એક પછી એક તેએાને જમીન ઉપર નાખવામાં આવતા. જ્યારે કૉલેરા કે બીજા કોઈ રોગથી માણસ મરી જાય ત્યારે પથારી ખાલી થાય ને ત્યારે જ બીજાને પથારીમાં સુવાનું મળતું. ઘણુંક તો લાવતાં ને વાંત જ મરી જતા. તેમની અંતની ઘડીની ચીસો ખરે ઘણી જ દયાજનક અને હૃદયભેદક લાગતી. નિઃસંશય આવા જ લોકેાને ક્રાઈમીઆના યોદ્ધાનું નામ યોગ્ય છે.

"ઘણી જ ખરાબ જાતનો કૉલેરા ત્યાં ચાલતો હતો, અને જેને એ રોગ લાગતો તે ભાગ્યે જ ચાર પાંચ કલાક જીવતો. તેમનાં અંગ એટલાં જૂઠાં પડી જતાં અને કાષ્ટ પાષાણ જેવાં થઈ જતાં કે સાંધાઓ તો જરા વળાય નહિ." બધાં અવયવ સજજડ જ થઈ જતાં. દાકતર લોકો બનતો પ્રયત્ન કરતા. પણ સર્વ નિષ્ફળ જતું દર્દીએાનાં અંગ એટલાં ઠરી જતાં હતાં કે ગમે તેટલો શેક કરે, રાઈનાં પ્લાસ્ટરો મારે પણ ગરમાવો આવે જ નહિ.

"આ વખતે મિસ નાઇટીંગેલ અને તેમની ટુકડીની નર્સો ઘણા જ ઉપયેાગમાં આવી, કારણ કે ગમે તેવો જોખમ ભરેલો ઉપાય હોય ને આ બાહોશ નર્સોને સોંપી શકાતો, સામાન્ય સિપાઈઓને તો એવી વખતે જરા વિશ્વાસ રખાય નહિં. દર્દીને શેક કરતી વખને ઘણી જ