પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

અનુયાયી હતાં, છતાં રોમન કૅથલીક નર્સો સાથે તે માયાથી વર્તતાં હતાં; એમના કર્તવ્યમાં ધર્મનો ભેદ બાધ કરતો નહિ. રોમન કૅથલીક નર્સોના કામથી હમેશ ઘણાં રાજી થતાં અને એ નર્સોનાં ઉપરી બાઈ માટે તો તેમને ઘણીજ માનની વૃત્તિ હતી.

ક્રાઈમીઆમાં જે જગ્યાએ મિસ નાઇટીંગેલ રહેતાં હતાં ત્યાંનો રસ્તો ઘણો ખડબચડો ને ધાસ્તી ભરેલો હતો. એક દિવસે તે જતા હતાં, ત્યારે તેમની ગાડીને કાંઈ અકસ્માત થયો. ગાડીએ ખચ્ચર જોડેલાં હતાં. ગાડીવાળાની ગફલતથી એક પથ્થર સાથે ગાડી અફળાઈને ઉંધી વળી ગઈ. મિસ નાઇટીંગેલને થોડી ઈજા થઈ અને તેમની સાથે એક નર્સ હતી તેને તો ઘણું વાગ્યું.

ફરીથી આવો અકસ્માત ના થાય તે માટે તેમના એક મિત્રે એક ખાસ ઘાટની ગાડી તેમને ભેટ આપી. તેમાં તાપ અને વરસાદથી રક્ષણ કરવાની બરોબર સગવડ હતી. તેમજ ખરાબ રસ્તા ઉપર ખસી ના જાય એવી પણ યોજના કરેલી હતી. હજી સુધી આ ગાડી લીહર્સ્ટમાં તેમના મિત્રોએ સાચવીને રાખી મુકી છે.

આ ગાડી આવ્યા પછી તો મિસ નાઇટીંગેલે ક્રાઈમીઆમાં રહેલા સિપાઈઓની ઘણીજ બરદાસ કરી. તે શિયાળામાં ત્યાં ટાઢ ઘણી જ સખત પડી અને જમીન ઉપર પુષ્કળ બરફ પડતું. તે છતાં બધી હોસ્પીટલો તપાસવા જતાં અને કલાકોના કલાકો સુધી બરફ પડતો હોય તોએ હોસ્પીટલ આગળ ઊભાં રહીને બધી સુચનાઓ આપતાં, રાત પડે તો પોતાના મુકામ તરફ પાછાં ફરતાં, સાથે ગાડીવાળા સિવાય કોઈ નોકર પણ રાખતાં નહિ. તેમના મિત્રો તેમને વારંવાર તે પ્રમાણે ના કરવાને વિનવતા પણ તે સર્વને તે ગંભીરતાથી હસી કાઢતાં કોઇપણ કારણસર પોતાનું કર્ત્તવ્ય તે ચૂકતાં નહિ.

આ સમયે તેમનું લક્ષ સાજા થએલા સિપાઈએાની અને જે સિપાઈ