પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
પ્રકરણ ૧૩ મું.


“ પ્રભુ અમારા ઉપર કૃપાદષ્ટિ રાખો.”

“ Lord, have marcy upon us. ”

પાછળથી આ સ્તંભ “નાઇટીંગેલ ક્રૉસ” ને નામે એાળખાયો. કાળા સમુદ્રમાંથી સફર કરતાં એ સ્તંભ નજરે પડે છે ને એ પરોપકારી ભલી બાઈનું સ્મરણ કરાવે છે.

ક્રાઈમીઆથી ઇંગ્લંડ જવાને મિસ નાઇટીંગેલ પાછાં ફર્યાં ત્યારે સ્ક્યુટેરાઈ ઉતરીને ગયાં અને ત્યાંની બધી હોસ્પીટલો બંધ થઈ હતી કે નહિ તે તપાસી લીધું. બૅરેક હોસ્પીટલનું મકાન તુર્કસ્તાનના અધિકારીઓએ પાછું લઈ લીધું પણ મિસ નાઇટીંગેલનો ઉતારો જે ઓરડામાં હતો તે ઓરડા તો તેમના સ્મરણ સૂચક ચિન્હ તરીકે જેવી સ્થિતિમાં તેમણે રાખ્યા હતા તે જ સ્થિતિમાં કેટલાં વર્ષો સુધી રહેવા દેવામાં આવ્યા હતા.

તુર્કસ્તાનનો સુલતાન મિસ નાઇટીંગેલના કાર્યને અંત:કરણપૂર્વક વખાણતો હતા. અને જયારે ઈંગ્લંડ જવા ઉપડ્યાં ત્યારે તેમને એક હીરાની બંગડી બક્ષિસ આપી.

ક્રાઈમીઆ છોડતાં પહેલાં નામદાર રાણી સાહેબે પણ તેમને એક ઘણા ખુબસુરત હીરા માણેકના ફુલની ભેટ મોકલી હતી. તે ફુલ ઉપર રાણી સાહેબનું નામ તથા એક સુંદર લેખ કેાતરેલો હતો. તેની પાછળ ફ્લૉરેન્સ નાઈટીંગેલે સરકારી લશ્કરની ચાકરી કરીને જે મહાન દેશસેવા બજાવી હતી તેનું વર્ણન પણ કોતરેલું હતું.

સરકાર તરફથી પણ તેમના કાર્યને માટે લખાણ થયું હતું. જ્યારે સલાહના કરાર ચર્ચાતા હતા ત્યારે તેમને માટે લોર્ડ એલીસમીઅરે નીચે પ્રમાણે વચન કહ્યાં હતાં.

“મહેરબાન સાહેબો - લડાઈ વખતે જે જે સંકટ પડ્યાં હતાં તે સર્વ હાલ તો વિસરાઈ ગયાં છે; બેલેકલેવા અને ઈન્કરમેનની લડાઈઓને