પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


લિહર્સ્ટ પાસે રહેતા તેમના મિત્રોએ મોતી જડેલી લખવાની ખુબસુરત પેટી ભેટ આપી. તેના રૂપાના ઢાંકણા ઉપર મિસ નાઈટીંગેલનું નામ અને ક્રાઈમિઆથી સહી સલામત આવી પહોંંચ્યાં એ સર્વ વિગત કોતરેલી હતી. આ ભેટ ઘણી ખાનગી રીતે થાડાએક માણસોએ મિસ નાઇટીંગેલની રૂબરૂમાં જઈને આપી હતી.

તેમના મિત્ર ડ્યુક ઓફ ડેવનશાયર ચેટ્સવર્થથી તે લીહર્સ્ટ સુધી તેમને ખાસ મળવાને ગયા હતા, અને રૂપાનું એક ઘુવડ, અને બીજી કેટલીક ભેટ આપી હતી.

ક્રાઈમીઆથી પાછાં આવીને જયારે લિહર્સ્ટમાં તબીયત સુધારવાને તે આરામ લેતાં હતાં, ત્યારે ઘણીવાર પોતાના પાડોશી વર્ગને કકડે કકડે બેલાવીને તેમને ગમત કરાવતાં હતાં અને ક્રાઈમીઆની બધી વાત તેમને કહી સંભળાવતાં.

તેમની સાથે ક્રાઈમીઆનો એક મોટો શિકારી કૂતરો હતો, અને તેમનો નિમકહલાલ નોકર ટોમસ પણુ ઈંગ્લંડ આવ્યો હતો. એ છોકરો લડાઈનાં વર્ણન કરવામાં ન્યુસપેપરો કરતાં પણ વધારે કુશળ હતો.

નામદાર રાણી સાહેબ પ્રથમથી જ મિસ નાઇટીંગેલના પ્રયાસમાં ઘણા ઉત્સાહથી ભાગ લેતાં હતાં. તેથી તેમને પ્રત્યક્ષ મળીને પોતાની ઉપકારવૃત્તિ દર્શાવવાની તેમને ઘણી ઈચ્છા હતી. અને રાજકુમારીકાઓ પણ તેમને જોવાને ઘણી ઉત્સુક હતી. તેથી મિસ નાઇટીંગેલ રાણી સાહેબના બેલમોરલના મુકામે તેમની મુલાકાતે જાય એવો બંદોબસ્ત કરવામાં આવ્યો.

ક્રાઈમીઆથી તે ઑગસ્ટ મહિનામાં આવ્યાં અને સપ્ટેમ્બર મહિનામાં નામદાર રાણી સાહેબની મુલાકાતે તેમને બોલાવ્યાં.

રાજકુમારિકાઓના મનપર તેમની વાતો સાંભળીને ઘણી અસર થઈ