પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
પ્રકરણ ૧૪ મું.

અને ભવિષ્યમાં બન્યું પણ એવું કે બંને કુમારિકાએાના પતિ લડવૈયા હોવાથી રણમાં ગયા, તે વખતે ફ્લૉરેન્સ નાઇટીંગેલને પગલે પગલે તેમણે વર્તવાનો પ્રયત્ન કર્યો. ઈ. સ. ૧૮૬૬ ની પ્રશીઅન લડાઈ વખતે અને ઇ. સ. ૧૮૭૦ ની જર્મન લડાઇ વખને સોલજરો માટે હોસ્પીટલો સ્થાપી. અને સૌથી નાની કુંવરી હેલીના તો પાતેજ એક બાહોશ નર્સ તરીકે પંકાઈ.

મિસ નાઇટીંગેલ કેટલાક દિવસ સુધી સરકારી પરોણા તરીકે બેલમોરલ પાસે બર્કહોલમાં રહ્યાં. ત્યાં તે રાજ કુટુંબ સાથે જ ફરતાં હતાં. ત્યાંથી પછી તે હેમ્પશાયરવાળા ઍમ્બલીક પાર્કમાં રહેવા ગયાં. ત્યાંના લોકેાએ તેમને ઘણા હેતથી આવકાર દીધો. ત્યાંથી તો તેમનાં મિત્ર મિ. અને મિસીસ સિડની હર્બર્ટનું ઘર ઘણું જ પાસે હતું. તેથી તે વારંવાર ત્યાં જતાં અને નાઇટીંગેલ ફંડની વ્યવસ્થા કેવી રીતે કરવી તે વિષે વાત કરતાં. એ ફંડ લેાકો તરફથી ફ્લૉરેન્સ નાઇટીંગેલને ભેટ કરવામાં આવ્યું હતું. અને ગરીબમાં ગરીબ માણસે પણ તેમાં પાતાના ગજા પ્રમાણે પૈસા ભર્યા હતા.

લડાઈ ચાલતી હતી તે વખતે લોકો તરફથી તેમને નાણાંની કે વરતુઓની જેટલી મદદ મળી હતી તે સર્વની એક મોટી ટીપ આપનારના નામ સહિત મિસ નાઇટીંગેલે તૈયાર કરી. તે ટીપ ઉપરથી માલૂમ પડતું હતું કે લોકોએ મોકલેલી વસ્તુ ધાર્યા કરતાં ઘણી જ મોડી પહોંચતી અને કેટલીક તો મુદલ પહોંચેલીજ નહિ.

સર્વનું કારણ એ હતું કે સ્કયુટેરાઈમાં સરકાર તરફથી બહુ જ ગેરવ્યવસ્થા હતી. મિસ નાઇટીંગેલના ગયાથી જ સર્વમાં ફેર પડયો અને સરકારના ગેરબંદોબસ્તને લીધે જ હોસ્પીટલના દાક્તરો અને નોકરો બરાબર કામ કરી શક્યા નહોતા એ વાત પણ મિસ નાઇટીંગેલે સ્પષ્ટ જણાવી હતી. પાછળથી સરકાર તરફથી જે ઉદાર સહાયતા મળી હતી, તે પણ તેમાં જણાવ્યું હતું, અને ફ્રેન્ચ અને ઇંગ્લીશ લશ્કરના સરદારોએ અને અમલદારોએ