આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિશાળમાં છ કલાક બેસી આવનાર બાળક કંઈ જ કેળવણી ન લેતું હોય. આ અસ્તવ્યસ્ત થઈ ગયેલ જીવનમાં સ્ત્રીશિક્ષિકાઓ કદાચ ન મળી શકે. પુરુષો મારફતે જ બાળશિક્ષણ હાલ સંભવે એમ ભલે હોય. તો પુરુષ શિક્ષકે માતાનું મહાપદ મેળવવું પડશે ને છેવટે તો માતાએ તૈયાર થવું પડશે. પણ જો મારી કલ્પના યોગ્ય હોય તો ગમે તે માતા, જેને પ્રેમ છે તે થોડી મદદથી તૈયાર થઈ શકે છે. અને પોતાને તૈયાર કરતી વખતે તે બાળકોને પણ તૈયાર કરી શકે છે.