આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧. સાર્વત્રિક શિક્ષણ કે જે બધા નાગરિકોને મળે, જેને 'પાયાનું કે બુનિયાદી શિક્ષણ' કહેવામાં આવ્યું.

૨. ત્યાર બાદનું આગળનું વિશેષ શિક્ષણ જેને આપને ત્યાં 'ઉચ્ચ' કહ્યા કરીએ છીએ કે જે "શિક્ષણમાં અનેક ઉદ્યોગ, કારીગરીની કળાઓ, સાહિત્ય અથવા લલિતકળા વગેરેમાં રાષ્ટ્રને આવશ્યક એવું શિક્ષણ આપવાની ગોઠવણ કરી શકાય."

સાર્વત્રિક શિક્ષણ હિંદના દરેક બાળકને મલે; તેની માત્રા લગભગ 'મેટ્રિક ઓછા અંગ્રેજી' જેટલી કે (જો ઉદ્યોગ-પદ્ધતિથી કામ ચાલે તો) સહેજે તેથી વધુ હોવી જોઈએ, એમ કલ્પ્યું છે. આ ભાગનું કામ સરકાર સંભાળે અએ તેની પદ્ધતિ એવી યોજે કે જેથી વિદ્યાર્થી પોતાના ચારિત્ર્ય અને શિક્ષણના સંગઠનની સાથે સાથે તેને સ્વાવલંબી પણ કરી શકે.

બીનો વિશેષ શિક્ષણનો ભાગ ગાંધીજી ખાનગી સાહસ પર મૂકે છે. આ સૂચનાથી યુનિવર્સિટીવાળા લોક ખૂબ ગભરાયા હતા. પરંતુ એ વસ્તુ તો ગાંધીજીની કલ્પનામાં બુનિયાદી વિભાગ સાથે એક સળંગ ચીજ હતી.

અને વસ્તુસ્થિતિ જોઈએ તો હિંદના આધુનિક શિક્ષણતંત્રમાં ઉચ્ચ ગનાતા શિક્ષને એવું માથાભારે સ્થાન પચાવી પાડ્યું છે કે, તે વિસે ધરમૂળથી નવો વિચાર કર્યા વિના છૂટકો ન થાય. ગાંધીજીની યોજનામાં અંગ્રેજીના સ્થાન વિષેનો વિચાર, નવી વિદ્યાપીઠો કાઢવા વિષે વિચાર, સ્વભાષાના માધ્યમનો સહજ સિદ્ધાંત, સ્વાવલંબન અને જાતમહેનતનું તત્ત્વ રાષ્ટ્રભાષા, - આબધું શિક્ષણના આ ઉચ્ચ ગનાતા ભાગને સ્પર્શે છે, અને તે એનો અનિવાર્ય ભાગ છે.

૧૯૩૭માં તેમણે આ સળંગ ચિત્ર ટૂંકાક્ષરીમાં રજૂ કર્યું ખરું પણ ત્યારે તેમણે તેની મર્યાદા આંકીને એક વાર તો કામને આગળ લીધું - "મારી સૂચનાઓમાં પ્રાથમિક કેળવણી તેમ જ કૉલેજની કેળવણી બંનેનો ઉલ્લેખ કરેલો છે. પણ આપણે મુખ્યત્વે વિચાર પ્રાથમિક કેળવણીનો કરવાનો રહેશે. મેં પ્રાથમિક કેળવણીમાં માધ્યમિક એટલે હાઈસ્કૂલની કેળવણીનો પણ સમાવેશ કર્યો છે, કેમ કે આપણે ગામડાંમાં થોડાંક મૂઠીભર લોકોને જો કેળવણી જેવું કંઈક મળતું હોય, તો તે