આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રથમ બે સ્તંભ અઘોષ અક્ષરોના છે બીજા બે સ્તંભ ઘોષ અથવા સ-ઘોષ અક્ષરોના છે

બંને ઊભા સ્તંભનો પ્રથમ ઉપસ્તંભ અલ્પપ્રાણ અને બીજો ઉપસ્તંભ મહાપ્રાણ અક્ષરોનો છે. અર્થાત્ ડાબી બાજુએથી પહેલો અને ત્રીજો સ્તંભ અલ્પપ્રાણ અને બીજો અને ચોથો સ્તંભ મહાપ્રાણ અક્ષરોનો છે.

છેવટનો સ્તંભ અનુસ્વારીત અક્ષરોનો છે.

• આ વ્યંજનો ઉચ્ચરતી વખતે જીભનું ટેરવું મુખના જુદા જુદા ભગને સ્પર્શે છે માટે અમને “સ્પર્શ વ્યંજનો” પણ કહેવાય છે.

• આ વ્યંજનોનો સમાવેશ પાંચ વર્ગોમાં થયેલ છે માટ તેમને “વર્ગીય વ્યંજનો” પણ કહે છે.

અઘોષ – સઘોષ (ઘોષ) અક્ષરો

પહેલાં અને બીજા મુખ્ય સ્તંભના એટલે કે ‘ક’, ‘ખ’ અને ‘ગ’, ‘ઘ’ અક્ષરને કાનમાં આંગળી ભરાવીને જરા મોટે સાદે બોલો. અઘોષ સ્તંભના કોઈ પણ અક્ષરને કાનમાં આંગળીઓ ભરાવીને બોલો અને ઘોષ ખાનાના પણ કોઈપણ અક્ષરને એ જ રીતે