આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રુચિનાં વૈચિત્ર્યાદૃજુકુટિલનાનાપથજુષામ્ |
નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઇવ ||

- ' જેમ વિભિન્ન નદિઓ ભિન્ન ભિન્ન સ્રોતોમાંથી નિકળી સમુદ્ર માં મળી જાય છે, તેજ રીતે હે પ્રભો! ભિન્ન ભિન્ન રુચિ અનુસાર વિભિન્ન આડા અવળા અથવા સીધા રસ્તે જાવાવાળા લોકો અંતે તો તારામાં જ આવીને મળી જાય છે.'

આ સભા, જે અત્યાર સુધીમાં આયોજિત સર્વશ્રેષ્ઠ પવિત્ર સમ્મેલનો માંની એક છે, સ્વયં જ ગીતા ના આ અદ્ભુત ઉપદેશ નું પ્રતિપાદન અને જગત પ્રતિ તેની ઘોષણા છે:

યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ |
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ||

- ' જે કોઈ મારી તરફ આવે છે - ભલે કોઇ પણ પ્રકારે હો - હું તેમને પ્રાપ્ત થાઉં છું. લોકો ભિન્ન માર્ગ દ્વારા પ્રયત્ન કરતા કરતા અન્ત માં મારી તરફજ આવે છે.'

સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને તેની બીભત્સ વંશધર ધર્માધંતા આ સુંદર પૃથ્વી ઉપર બહુ સમય સુધી રાજ્ય કરી ચુકી છે. તે પૃથ્વી ને હિંસા થી ભરતી રહી છે, તેને વારંવાર માનવતા ના રક્ત થી નવડાવતી રહી છે, સભ્યતાઓ ને નષ્ટ કરતી અને પૂરે પૂરા દેશો ને નિરાશા ની ખાઇ માં નાખતી રહી છે. જો આ બીભત્સ દાનવી ન હોત, તો માનવ સમાજ આજ ની અવસ્થા થી ક્યાંય વધારે ઉન્નત થઇ ગયેલ હોત. પણ હવે તેનો સમય આવી ગયો છે, અને હું આંતરિક રૂપથી આશા કરૂં છું કે આજ સવારે આ સભાના સન્માન માં જે ઘંટનાદ થયો છે, તે સમસ્ત ધર્માધંતાનો, તલવાર કે કલમ દ્વારા થનાર બધાં ઉત્પીડનો નો, તથા એક જ લક્ષ્યની તરફ અગ્રેસર થવાવાળા માનવો ની પારસ્પારિક કડવાહટ નો મૃત્યુનાદ સિદ્ધ થાય.

વિશ્વ ધર્મસભા શિકાગો-૧૧ સપ્ટે.૧૮૯૩

સ્વામી વિવેકાનંદ