આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૨.
ગામડું એટલે ઉકરડો?

મિ. કર્ટીસ જે સન ૧૯૧૮ની સાલમાં હિંદુસ્તાનમાં મુસાફરી કરતા હતા અને જેમનો થોડોઘણો હાથ મૉંટેગ્યુચેમ્સફર્ડ સુધારામાં હતો તેમણે આપણાં ગામડાં વિષે લખતાં કહ્યું છેઃ 'બીજા દેશોનાં ગાંમડાંની સાથે હિંદુસ્તાનનાં ગાંમડાંનો મુકાબલો કરતાં મને એમ લાગ્યું કે હિંદુસ્તાનનાં ગાંમડાં કેમ જાણે ઉકરડા ઉપર બંધાયાં ન હોય!' આ ટીકા આપણને ન ગમે એ સમજી શકાય એમ છે,પણ એમાં તથ્ય નથી એમ કોઈ નહિ કહી શકે. ગમે તે ગામડાની પાસે જઈશું તો તેનો ઉકરડો સૌથી પહેલો આપણી નજરે પડશે, અને તે ઉકરડો ઘણે ભાગે ઊંચી જમીનમાં હશે. ગામડાની અંદર પ્રવેશ કરીશું તો ઉપરના દેખાવમાં ને અંદરની સ્થિતિમાં બહુ ભેદ જોવામાં નહિ આવે. ત્યાં પણ રસ્તામાં ગંદકી હશે. ગમે ત્યારે બાળકો તો રસ્તાઓ અને શેરીઓમાં મળત્યાગ કરતાં જ હશે. લઘુ શંકા તો મોટેરાં પણ ગમે ત્યાં