આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરતાં હશે. અજાણ્યો મુસાફર આ સ્થિતિ જુએ તો ઉકરડા વચ્ચે અને ગામડાની વસ્તીના ભાગ વચ્ચે ભેદ નહિ કાઢી શકે. ખરું જોતાં મોટો ભેદ છે જ નહિ.

આ ટેવ ગમે તેટલી પ્રાચીન હોય છતાં તે કુટેવ છે, અને તે કાઢવી જોઇએ. મનુસ્મૃતિ આદિ હિંદુ ધર્મશાસ્ત્રોમાં કુરાને શરીફમાં, બાઈબલમાં, જરથુસ્ત્રનાં ફરમાનોમાં રસ્તા, આંગણાં, ભર, નદીનાળાં, કૂવા ન બગાડવા વિષે સુક્ષ્મ સૂચનાઓ છે. પણ આપણે તો અત્યારે તેનો અનાદર જ કરીએ છીએ. તે એટલે સુધી કે તીર્થક્ષેત્રોમાં પણ ગંદકી સારી પેઠે હોય છે. તીર્થક્ષેત્રોમાં વધારે હોય છે એમ કહેવામાંયે કદાચ અતિશયોક્તિ નહિ હોય.

હરિદ્વારમાં ગંગાના તટને બગાડતાં હજારો સ્ત્રી પુરુષને મેં ભાળ્યાં છે. જ્યાં માનસોને બેસવનું હોય ત્યાં જ યાત્રાળુઓ મળત્યાગ કરે, પોતાનાં મોધાં વગેરે ગંગામાં ધુએ, ને પાછા ત્યાં જ પાની ભરે. તીર્થક્ષેત્રોમાં તળાવોને એ જ રીતે બગાડતાં યાત્રાળુઓને મેં ભાળ્યાં છે. આમ કરવામાં દયાધર્મનો લોપ થાય છે અને સમાજ્ધર્મની અવગણના થાય છે.