આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ મળને ક્યાં નાખવા એ મહત્વનો પ્રશ્ન છે. તેમાં સ્વચ્છતા ચે અને અર્થ છે. બહાર પડેલા મળ બદબો ફેલાવે છે. તેની ઉપર માખીઓ બેસી પાછી આપણા શરીરને વળગી અથવા આપણા ખોરાક પર બેસી રોગનો ચેપ ચોમેરે વેરે છે. જો આ ક્રિયાને આપણે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ તો આપણી ઘણી મીઠાઈઓ વગેરે ખાઈએ છીએ તેનો ત્યાગ જ કરીએ.

આ મળ ખેડૂતને સારુ સુવર્ણ છે. તેને ખેતરમાં નાંખવાથી સુંદર ખાતર બને છે ને પાક ઘણો સરસ ઊતરે છે. ચીનના લોકો આ કામમાં સૌથી વધારે કુશળ છે; અને કહેવાય છે કે તેઓ મળમૂત્રને સુવર્ણની જેમ સંધરી કરોડો રૂપિયા બચાવે છે, ને સાથે જ ઘણા રોગોમાંથી બચી જાય છે.

એટલે સ્વયંસેવકે ખેડૂતોને આ વાત સમજાવી જે રજા આપે તેના ખેતરમાં તે દાટવી જોઈએ. જો કોઈ ખેડૂત અજ્ઞાનને વશ રહી સ્વયંસેવકની સ્વચ્છતાની અવગણના કરે તો તેણે મળને ઉકરડામાં એક જગ્યા શોધી દાટવા. આટલું કર્યા પછી તે પેલા કચરાની ઢગલી પાસે જશે.

કચરો બે પ્રકારનો હોય છે. એક તો ખાતરને લાયક, જેવો કે શાકભાજીનાં છોતરાં, અનાજ, ઘાસ