આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઇત્યાદિ. બીજો કચરો લાકડાં, પથરા, પતરાં વગેરેનો. આમાંનો ખાતરજોગ કચરો એ ખેતરમાં અથવા તો જ્યાં તેનું ખાતર એકઠું કરી શકાય ત્યાં રાખવો જોઇએ. અને બીજો કચરો જ્યાં ખાડા પૂરવાના હોય તે જગ્યાએ લઇ જઇ દાટવો જોઇએ. આમ કરવાથી ગામડું સાફ રહેશે, અને ઉઘાડે પગે ચાલતાં માણસો નિર્ભયપણે ચાલી શકશે. થોડા દિવસના પરિશ્રમ પછી લોકો એની કિંમત સમજયા વિના રહેવાના જ નથી. અને સમજશે ત્યારે તેઓ મદદ કરતા થઈ જશે, અને છેવટે પોતાની મેળે કરતા થઇ જશે.પ્રત્યેક ખેડૂત પોતે પોતાના કુટુંબીએ પેદા કરેલા મળનો પોતાના ખેતરમાં ઉપયોગ કરશે, એટલે કોઈને કોઈનો બોજો નહિ લાગે અને સૌ પોતાના પાકની કિંમત વધારતા થઇ જશે. રસ્તામાં મળત્યાગની ટેવ તો કદી ન હોવી જોઇએ. ઉઘાડામાં બધાંના દેખતાં મળત્યાગ કરવો કે બચ્ચાંને સુધ્ધાં કરાવવો એ અસભ્ય છે. એ અસભ્યતાનું ભાન આપણને છે, કેમ કે એવે સમયે કોઈ આવતું હોય તો આપણે નીચું જોઈ જઇએ છીએ. તેથી પ્રત્યેક ગામમાં એક સ્થળે સોંધામાં સોંધાં પાયખાનાં બંચાવવાં જોઇએ. ઉકરડાની જગ્યાનો જ એવો ઉપયોગ થઈ શકે.