આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ એકઠા થયેલા ખાતરને વરાડે પડતું ખેડૂતો વહેંચી લઇ શકે છે. અને જ્યાં લગી આવો બંદોબસ્ત ખેડૂતો કરતા ન થઇ જાય ત્યાં લગી સ્વયંસેવકે જેમ રસ્તાને તેમ જ ઉકરડાને સાફ કરવો રહ્યો. રોજ સવારે ગ્રામવાસીઓ ઉપયોગ કરી લે ત્યાર પછી નિયત વખતે તેણે ઉકરડે જઇને મેલુંમાત્ર એકઠું કરીને ઉપર બતાવ્યા પ્રમાણે તેની વ્યવસ્થા કરવી રહી. જો કોઈ ખેતર ન મળે તો જે ઠેકાણે મળને દાટ્યા હોય ત્યાં નિશાન રાખવું જોઈએ. આમ કરવાથી રોજ દાટવા જતાં સગવડ પડે, ને ખેડૂત સમજે તે વખતે આ એકઠા થયેલા ખાતરનો તેઓ ઉપયોગ કરી શકે.

આ મળ બહુ ઊંડા ન દાટવા જોઇએ. પૃથ્વીના નવ ઈંચ સુધીના પડમાં અસંખ્ય પરોપકારી જંતુઓ વસે છે.તેઓનુંકામ તેટલા ઊંડાણમાં જે કંઇ હોય તેનું ખાતર બનાવવાનું અને મેલામાત્રને શુધ્ધ કરવાનું હોય છે. સૂર્યનાં કિરણો પણ રામદૂતની માફક ભારે સેવા કરે છે. આ વસ્તુની પરીક્ષા જેને કરવી હોય તે પોતે અનુભવથી કરી શકે છે. થોડા મળ નવ ઈંચમાં દાટવા અને અઠવાડિયા પછી જમીનને ઉઘાડી જોવી અને તેમાં શું થાય છે તેની નોંધ લેવી. એ જ મળનો થોડો