આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બીજો ભાગ જમીનમાં ત્રણ ફૂટ કે ચાર ફૂટ ઊંડે દાટવો અને તેના શા હાલ થાય છે તે તપાસવું. એટલે અનુભવજ્ઞાન મળશે. મળને છીછરા દાટવા, પણ તેની પર માટી સારી પેટે ઢાંકવી કે જેથી કૂતરાં ખોદી ન શકે અને બદબો ન આવી શકે. કૂતરાં ન ખોદી શકે એને સારુ કોઈ જગાએ થોડાં કાંટાનાં ઝાંખરાં મૂકી દીધાં હોય તો સારું.

જ્યારે મળ છીછરા દાટવાની વાત કરી ત્યારે સમજાવું જોઈએ કે મળને સારુ ચોરસ કે લંબચોરસ મોટો ખાડો હોવો જોઈએ, કેમ કે દાટેલા મળ પર બીજા તો ચડાવવાના છે જ નહિ, અને તુરત ઉઘાડવાના પણ નથી. એટલે આગલે દહાડે જ્યાં દટાયા હોય તેની પાસે જ બીજો એક નાનો ચોરસ ખાડો તૈયાર હોય. તેમાંથી કાઢેલી માટી એક કોર ગોઠવાયેલી હોય. બીજે દિવસે આવીને મળ દાટી પેલી પડેલી માટી તેની ઉપર ઢાંકી બરોબર સપાટ કરીને ચાલ્યા જવાનું રહે. આજ રીતે લીલોતરી વગેરેના કચરાનું ખાતર કરવું, પણ પડખે જુદી જગાએ. કેમ કે મળ અને લીલોતરીનું ખાતર એક સાથે ન દાટી શકાય. બન્નેની ઉપર જંતુઓ એકસરખી ક્રિયા નથી કરતાં. હવે સ્વયંસેવક સમજેલ હશે કે જ્યાં તે મળ દાટતો હશે તે