આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જગા હમેશાં સ્વચ્છ હશે, સપાટ હશે, અને તાજા ખેડાયેલા ખેતરના જેવી લાગતી હશે.

હવે રહ્યો પેલો ખાતરને નહિ લાયક એવો ઢગલો. એ ઢગલામાં રહેલો કચરો એક જ ઊંડા ખાડામાં દાટવો. એ પણ રોજ દટાતો જાય, દબાતો જાય અને સ્વચ્છ જ રહે.

આમ એક મહિના લગી કરવાથી બહુ પરિશ્રમ વિના ગામડાં ઉકરડા મટી સુંદર, સ્વચ્છ થઇ જશે. વાંચનાર સમજેલ હશે કે આમાં પૈસાનું તો કંઈ ખર્ચ નથી. આમાં નથી સરકારની મદદ જોઈતી, નથી ભારે વૈજ્ઞાનિક શક્તિની જરૂર. જરૂર માત્ર પ્રેમળ સ્વયંસેવકની છે.

આટલું કહેવાની જરૂર નથી કે જે વસ્તુ મળમૂત્રને લાગુ પડે છે એ જ છાણ અને પશુના મૂતરને પણ લાગુ પડે છે. પણ આનો વિચાર હવે પછીના પ્રકરણમાં કરીશું.