આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૩.
છાણાં કે ખાતર ?

ગયા પ્રકરણમાં આપણે મનુષ્યના મળમૂત્રનો વિચાર કરી ગયા. ગાયાભેંસ વગેરે જાનવરોના મૂતરનો ઉપયોગ તો આપણે કંઈ કરતાં નથી તેથી તે ગંદવાડ વધારવાનું જ કામ કરે છે. છાણનો ઉપયોગ ઘણેભાગે છાણાં બનાવવામાં કરવામાં આવે છે. છાણનો આ દુરુપયોગ નહિ તો ઓછામાં ઓછો ઉપયોગ છે, એને વિષે મુદ્દલ શંકા કરવાનું કારણ નથી. વાધરીને સારું ભેંસા મારવા જેવો આ ધંધો છે. છાણાંનો અંગાર ઠંડો ગણાય છે. હુક્કા અને ચલમ પીવાવાળા તેનો ઉપયોગ કરે છે. પંજાબ તરફ છાણાંના અગ્નિથી ઘી સારું બને છે એવી માન્યતા છે. એમાં કંઈ તથ્ય હોવાનો પણ સંભવ છે. પણ આ બધી દલીલો છાણનો ઉપયોગ છાણાં બનાવવામાં આપણે કરીએ છીએ તેથી જ વપરાય છે. જો છાણ નો પૂરેપૂરો ઉપયોગ આપણે લેતા હોઈએ તો હળવો દેવતા કરવાનાં બીજાં અનેક સાધનો શોધી શકાય. જો એક છાણા ની કિંમત એક પાઈ થતી હોય તો છાણ નો પૂરો ઉપયોગ કરવાથી એક છાણા જેટલા છાણની